Sun,08 September 2024,6:05 am
Print
header

નવો ઘટસ્ફોટ....TRP ગેમઝોનનું બાંધકામ ન તોડવા સાગઠિયાએ લીધી હતી લાંચ

સાગઠિયાએ કોની-કોની પાસેથી લાંચની રકમ લીધી તેનો ખુલાસો કર્યો નથી, તેની તપાસ જરૂરી

સાગઠિયાએ તેના કાર્યકાળ દરમિયાન કેટલા પ્લાન (ફાઈલો) મંજુર કર્યાં હતા ?

કેટલી ફાઈલોનો તાત્કાલીક નિકાલ કર્યો હતો, કેટલી ફાઈલો પેન્ડીંગ રાખી હતી, કેટલી ફાઈલો રિજેકટ કરી હતી તેની માહિતી એસીબીએ મનપાની કચેરીમાંથી મંગાવી

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં હાલ સસ્પેન્ડેડ ટીપીઓની પૂછપરછ ચાલી રહી છે. જેમાં નવા ખુલાસા થઈ રહ્યાં છે. એસીબીની પૂછપરછમાં સાગઠિયાએ કબૂલાત કરી કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદેસર બાંધકામ તોડયું ન હતું. તેમ એસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરીને ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.

2021માં ટીઆરપી ગેમઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદેસર બાંધકામો કરીને તેને મોટો ઝોન બનાવવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે આ ગેરકાયદેસર બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ ગયો છે, પરિવારો આજે ન્યાયની માંગ કરીને આક્રોશ ઠાલવી રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch