Fri,15 November 2024,2:16 pm
Print
header

રાજકોટઃ સાસુએ જોયું તો ઘરમાં વહુની લટકી રહી હતી લાશ, પતિને બીજી યુવતી સાથે સંબંધ છે લખીને સગર્ભાએ ગળાફાંસો ખાધો

(મૃતક યુવતિની તસવીર)

છ મહિના પહેલા મૃતકના લગ્ન થયા હતા

મૃતકને બે માસનો ગર્ભ હતો

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બે મહિનાની સગર્ભા મહિલાએ તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે તેવી સ્યૂસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઇ લેતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી મેટોડા જીઆઈડીસીમાં ગેટ-2 પાસે આવેલા એકતાનગરમાં રહેતી અને 7 મહિના પહેલા લગ્ન કરનારી જયશ્રી દાફડા (ઉ.વ.22) નામની યુવતિએ રૂમમાં મારા પતિને અન્ય યુવતી સાથે સંબંધ છે અને મારું કંઈ રાખતા નથી, એવી સ્યૂસાઇડ નોટ લખીને પંખાના હુકમાં ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

સાસુએ રૂમમાં તપાસ કરતાં પુત્રવધુ લટકતી હાલતમાં મળી હતી. જે બાદ તેમને પુત્રને ફોન કર્યો હતો. પરિણીતાના પતિએ આવી 108 મારફતે પત્નીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, મૃતક પરિણીતાનો પતિ રિક્ષા ચલાવે છે અને 7 મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. મૃતકના પતિના કહેવા મુજબ, તેને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ નથી તેમજ ઘરમાં પણ કોઈ પ્રશ્ન ન હતો. સ્યૂસાઇડ નોટ શંકાસ્પદ લાગી રહી હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. હાલમાં પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch