Sun,17 November 2024,1:13 pm
Print
header

રાજકોટમાં ક્રૂર રીતે થઇ હત્યા, 7 મહિનાની ગર્ભવતી મહિલાને પૂર્વ પતિએ તેના જ ઘરમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી

ક્રાઇમ સીટી રાજકોટમાં વધુ એક હત્યા, પૂર્વ પતિએ ઘરમાં ઘૂસીને મહિલા પર ફાયરિંગ કરતા મોત 

રાજકોટઃ દિવસેને દિવસે રાજકોટમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ગુનેગારો બેફામ બન્યાં છે. શહેરના કાલાવડ રોડ પરના રવિપાર્કમાં એક મહિલાને તેના પૂર્વ પતિએ ગોળી મારતા તેનું મોત થઇ ગયું છે. પકડાઇ ગયેલા આરોપી આકાશ રામાનુજના સરિતા સાથે છૂટાછેડા થયેલા હતા, અને હવે સરિતા તેના બીજા પતિ સાથે રહેતી હતી દરમિયાન જ્યારે તે ઘરે હતી ત્યારે તેનો પૂર્વ પતિ તેના ઘરે આવી ગયો હતો.

બ્યુટિપાર્લર ચલાવતી સરિતા અને તેના પતિ પંકજ બંને જમવા બેઠા હતા ત્યારે આરોપીએ અહીં આવીને બોલાચાલી કરી હતી, અચાનક રિવોલ્વોરથી ફાયરિંગ કરતા સવિતાની છાતીએ ગોળી વાગતા તેનું મોત થઇ ગયું હતુ. સ્થાનિકોએ જણાવ્યું છે કે પૈસાની કોઇ લેતીદેતી મામલે પહેલા બબાલ થઇ હતી અને આકાશે ફાયરિંગ કર્યું હતુ. સાથે જ સરિતા 7 મહિનાના ગર્ભવતી હતા જેથી આરોપીએ બે હત્યાઓ કરી છે. પોલીસે ઘટના સ્થળે જઇને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ તપાસ હાથ ધરી છે, હાલમાં પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch