Sat,16 November 2024,9:57 am
Print
header

રાજકોટઃ દિકરીની લાશ જોઇને માતા-પિતા ભાંગી પડ્યાં, મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઇને કરી લીધી આત્મહત્યા- Gujarat Post

સાસરિયાઓ પર ત્રાસ આપવાનો આરોપ

રાજકોટઃ વાંકાનેરમાં રાજકોટના મહિલા ડોક્ટરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. હોમિયોપેથી ડોક્ટર જાનકી વોરાનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. આત્મહત્યાને કારણે પરિવારમાં આક્રોશ છે. મૃતકના માતા-પિતા ભાંગી પડ્યાં છે, પોતાની દિકરીની લાશ જોઇને પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે.

મૃતકના માતાનો આક્ષેપ છે કે તેમની મૃતક દિકરીને તેનો દિયર ગંદી ગાળો આપતો હતો અને તેને વર્ષોથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મૃતકને એક પાંચ વર્ષની દિકરી છે. 10 વર્ષ પહેલા જાનકીના લગ્ન ડોક્ટર રજનીશ વોરા સાથે થયા હતા, જાનકીના પિતા મનસુખભાઇ રાજકોટની યશ હોસ્પિટલમાં તબીબ છે.

પરિવારે જાનકીના પતિ, સાસુ, સસરા, દિયર, કાકાજી-કાકીજી સામે ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે અને તેઓ જાનકી પર છૂટાછેડા આપવા દબાણ કરતા હતા. પોલીસે મૃતકના સાસુ ઇન્દુબેન, તેના કાકાજી અજયભાઇ, કાકીજી પુષ્પા સહિત પરિવાર સામે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch