Sat,16 November 2024,12:22 pm
Print
header

રાજકોટમાં ભૂમાફિયાઓનો આતંક, મારામારીમાં એક વ્યક્તિનું મોત, પરિવારની ન્યાયની માંગ- Gujarat post

મૃતકના પરિવારજનોને મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા

રાધે ક્રિષ્ના સોસાયટીના લોકોએ અવિનાશ ધુલેશિયાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રાજકોટઃ શહેરમાં ફરીથી ભૂમાફિયાઓનો આતંક સામે આવ્યો છે. ભૂમાફિયાઓએ માર મારતા કારખાનેદારનું મૃત્યુ થયું છે.રાધે ક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો.સારવાર દરમિયાન કારખાનેદાર અવિનેશ ધુલેશિયાનું મૃત્યુ થયું છે.ત્યારે ભૂમાફિયાઓના આતંકથી કંટાળેલા રાધે ક્રિષ્ના સોસાયટીના લોકોએ અવિનાશ ધુલેશિયાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સાથે જ સોસાયટીના રહીશોએ અન્નજળનો ત્યાગ કરીને તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે. 

મૃતકના પરિવારજનોને મળવા માટે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા.સાંસદ મોહન કુંડારિયા, ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ સહિતના નેતાઓએ પરિવારજનોની મુલાકાત લીધી હતી.  

શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં મકાન ઓછી કિંમતે પડાવીને ખાલી કરાવવા બાબતે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ-ચાર વર્ષથી દબાણ કરવામાં આવતું હતું.બે દિવસ પૂર્વે 5 જેટલા શખ્સો ગુંડાઓની જેમ સોસાયટીમાં ઘસી આવ્યાં હતા. તેઓએ નશાની હાલતમાં સોસાયટીના રહીશોના ગાડીના કાચ તોડી સ્થાનિકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સ્થાનિક અવિનેશ ધુલેશિયાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત અવિનેશ ધુલેશિયાનું મોત થયું હતું. હવે મારામારીનો આ કેસ હત્યામાં પલટાયો છે. યુનિવર્સિટી પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch