રાજકોટ: મોરબી રોડ પર આવેલા કાગદડી ખાતેના ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુના આપઘાતના બનાવમાં પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે આકાશ પાતાળ એક કર્યાં છે. હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહી છે આટલો સમય સુધી આરોપીઓ ન પકડાતા એવી પણ ચર્ચાઓ વહેતી થઇ છે કે આરોપીઓને રાજકીય સહારો મળી ગયો છે. જો કે પોલીસસૂત્રોનું કહેવું છે કે આરોપી વિક્રમ દેવજી સોહલા, અલ્પેશ સોલંકી અને હિતેશ જાદવ સહિતના પાંચેય આરોપીઓને ભાગેડું જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરાઇ છે.
બીજી બાજુ એવી પણ માહિતી મળી રહી છે કે પોલીસ દ્વારા આરોપીઓની સંપત્તિ ટાંચમાં લેવાની શરૂઆત કરાઇ છે. પોલીસે વિક્રમનું બુલેટ અને હિતેશની સ્કોર્પિયો કાર અને બાઇક કબ્જે કર્યાં છે. અગાઉ પોલીસે અલ્પેશ અને હિતેશ ખનન વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેમનું હિટાચી કબ્જે કર્યુ હતું.
આ કેસમાં ડો.નિલેશ નિમાવત અને સરકારી વકીલ રક્ષિત કલોલાની સંડોવણી અંગેના પુરાવા પોલીસને મળી આવ્યાં છે. પોલીસે આત્મહત્યાની ફરજ પાડવાના કેસમાં પુરાવાનો નાશ કરવો, ગુનાહીત કાવતરૂ અને ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવા અંગેની કલમનો ઉમેરો કર્યો છે. મહંત જયરામદાસબાપુએ ગત તા.31મી મેના રોજ ઝેરી દવા પી લેતા તેમના આપઘાતના બનાવને છુપાવી કુદરતી મોત એટલે કે હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યાનું ખોટુ સર્ટિફિકેટ આપવા સબબ દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવતની સંડોવણી અંગેના પુરાવા મળી આવ્યાં છે. સરકારી વકીલ રક્ષિત કલોલા આપઘાત પૂર્વે ખોડીયારધામ આશ્રમ ખાતે વિક્રમ ભરવાડ સાથે ગયો હતો.
રક્ષિત કલોલાની હાજરીમાં જ વિક્રમ ભરવાડે મહંત જયરામદાસબાપુને લાકડીથી માર માર્યો હોવાના પુરાવા છે. મહંત જયરામદાસબાપુએ લખેલી સ્યૂસાઇડ નોટ મૃત્યુ બાદ રક્ષિત કલોલાએ પોતાના કબ્જામાં રાખી હતી. જયરામદાસબાપુના મોત બાદ મૃતદેહને નીચે ઉતરાવવાની સૂચના આપી રૂમની સાફ સફાઇ કરાવી હતી.સ્યૂસાઇડનોટનો ફોટો સાધુ રઘુવિરદાસને રક્ષિત કલોલાએ મોકલ્યો હતો. મહંતના મોબાઇલમાંથી સલ્ફોર્સ નામના ઝેરી ટિકડાનો ફોટો પણ મળી આવ્યો છે. તારીખ 1 જૂનના રોજ જયરામદાસબાપુએ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે ખોડિયારધામ આશ્રમથી એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલી દેવ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતા.
ડો.નિલેશ નિમાવત દ્વારા મહંત જયરામદાસબાપુના મરણનો દાખલો આપવાની સૂચના આપી હોવાથી અન્ય એક તબીબ દ્વારા આપઘાતના બનાવને છુપાવી હાર્ટ એટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવાના પોલીસને પુરાવા મળ્યાં હતા. જે કેસની હવે ઝડપી તપાસ થઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22