Sat,23 November 2024,10:44 am
Print
header

રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post

રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અભદ્ર ટિપ્પણી કરી હતી.જેથી ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ ફેલાયો છે, ક્ષત્રિય સમાજે  રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી, પરંતુ ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી,જેના પગલે હવે ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપનો વિરોધ શરૂ કરી દીધો છે.

રાજકોટ પુષ્કરર્ધામ રોડ પર રૂપાલાએ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. હાઈ પ્રોફાઈલ વિસ્તાર પ્રદ્યુમ્ન હાઇટ્સ બિલ્ડિંગમાં રૂપાલાના સમર્થનમાં મીટિંગ યોજાવાની હતી. પરંતુ તે પહેલા જ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર વિરોધ કરીને રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા. જેને લઈ કાર્યક્રમ રદ્દ કર્યો હતો. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એસીપી ,પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

રૂપાલાની ટિકિટ રદ ન કરતાં હવે ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 નો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, અંબાજીમાં ધર્મયાત્રા શરૂ થઈ ચૂકી છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયોનો જનસમૂહ ઉમટી પડયો છે. ઉપરાંત શહેરો તો ઠીક, ગ્રામ્ય સ્તરે પણ ક્ષત્રિયોનો વિરોધ વંટોળ યથાવત રહ્યો છે. ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 ની આક્રમકતા બાદ ભાજપ પ્રદેશ નેતાગીરી દોડતી થઈ છે અને ભાજપના ક્ષત્રિય નેતાઓને કામે લગાડ્યાં છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch