Sun,17 November 2024,12:00 am
Print
header

રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, યુવતીએ આઈકાર્ડ માંગતા કાર ટો કરાવી દીધી

રાજકોટઃ એક મહિલાએ ટ્રાફિક પોલીસ પાસે આઈકાર્ડ માંગતા કોન્સ્ટેબલ ગુસ્સે થઈ ગયો હતો અને મહિલાની કાર ટો કરાવી દીધી હતી.જેથી આ મહિલા રસ્તા પર રડી પડી હતી. શહેરની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. કોન્સ્ટેબલના જડ વલણને કારણે ચાર મહિલાઓ ચોધાર આંસુએ રડી પડી હતી. જે ચાર મહિલાઓ કારમાં સવાર હતી, ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી, પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે માગવામાં આવ્યાં હતા. પરંતુ મહિલાઓએ પોલીસ પાસે આઈકાર્ડ માંગ્યુ હતું. જેથી ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો. ગુસ્સે ભરાયેલા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડે મહિલાઓની કાર ટો કરાવી દીધી હતી.

પોલીસના આ બિન વ્યવહારૂ વલણનો ટોળાએ વિરોધ કરી હુરિયો બોલાવ્યો હતો. પોલીસ લાકડી લઈ પાછળ દોડતા સ્થાનિક લોકોએ મોબાઈલમાં વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં  વાયરલ થયો છે. નવાઈની વાત એ હતી કે દંડ ઉઘરાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના બાઇકમાં નંબર પ્લેટ પણ ન હતી.  રાજકોટ ઝોન-1 ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસના વાયરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.બીજી તરફ ટ્રાફિક પોલીસના આવા વર્તનથી વાહન ચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch