Sat,16 November 2024,3:12 pm
Print
header

રાજકોટ પોલીસ કમિશનરનો વધુ એક વિવાદ, જમીન વહીવટમાં ઉઘરાણું કર્યાંના આક્ષેપ- Gujarat post

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના આક્ષેપો બાદ હવે નવા આરોપો થઇ રહ્યાં છે

યુવકે આ અંગે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી નહીં

રાજકોટઃ પોલીસ કમિશનરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપો બાદ હવે નવા આરોપો થઇ રહ્યાં છે. જામનગરનો એક યુવાન જાહેરમાં આવ્યો હતો અને તેણે પણ ઢોલરાની કરોડો રૂપિયાની જમીનમાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાંચે તેને જામનગરથી ઉઠાવી લઇ બે દિવસ ગોંધી રાખ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આ યુવાનને પોલીસ કમિશનરે સમાધાન કરી લેવાનું કહી જો તેનું કહ્યું નહી માને તો ફિટ કરી દેવાની ધમકી આપી હતી. હાલ તો સમગ્ર મામલો સામે આવ્યાં બાદ ચકચાર મચી ગઇ છે. યુવકે આ અંગે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી ન થઇ હોવાનું જણાવ્યું છે.

જામનગરમાં ગુલાબનગરની બાજુના રવિપાર્કમાં રહેતા કુમારભાઇ પ્રવીણભાઇ કુંભારવાડિયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વર્ષ 2013માં ઢોલરામાં ભીખા પાંચા પુંજાણી પાસેથી જમીન ખરીદ કરી હતી. ટોકન પેટે રૂ 21.51 લાખ જમીન માલિકને આપ્યાં હતા. બાકીની રકમ કરાર થયા મુજબ ચૂકવવા તૈયાર હતા. ત્યારબાદ જમીન માલિક ભીખાએ પારિવારિક પ્રશ્ન આગળ ધરી દસ્તાવેજ કરી આપ્યા નહોતા.અલગ અલગ બહાના શરૂ કર્યા હતા. વર્ષ 2018માં ભીખા પુંજાણીએ અન્ય પાર્ટીને જમીન વેચવા માટેની તજવીજ કરતાં કુમારભાઇએ જિલ્લા પોલીસમાં અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ અંગે લેખિત જાણ પણ કરી હતી.

વર્ષ 2021માં જમીનના ભાવ આસમાનને અડતાં જમીનમાલિક ભીખાએ પોતાના પરિચિતો અને અન્ય લોકો દ્વારા કુમારભાઇને સમજાવી કરાર રદ કરાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે કુમારભાઇ કોઇ દબાણમાં આવ્યા નહોતા. અંતે ગત તા 23 સપ્ટેમ્બર 2021ના રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમ રાત્રિના કુમારભાઇના ઘરે ધસી ગઇ હતી, કોઇ પણ વાત કર્યાં વગર અને પરિવારજનોને પણ જાણ કર્યાં વગર કુમારભાઇને વાહનમાં બેસાડી રાજકોટ ક્રાઇમ બ્રાંચે લઇ આવ્યા હતા

પોલીસે જમીનના કરાર રદ કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. ઉપરાંત અન્ય ગુનામાં ફિટ કરી દેવાની ધમકી ઉચ્ચારી હતી. આખીરાત લોકઅપમાં રાખ્યા હતા. બીજા દિવસે બપોરે કુમારભાઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પાસે તેની કચેરીમાં લઇ જવાયા હતા, જ્યાં કમિશનરે તેને ફીટ કરવાની ધમકી આપીને મારા માણસો જેમ કહે તેમ કર તેવી ધમકી આપી હતી અને પોલીસે સામેની પાર્ટી પાસેથી સોપારી લીધાના આરોપ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch