Sat,16 November 2024,12:13 pm
Print
header

રાજકોટ પોલીસ કમિશનર કથિત તોડકાંડ: તપાસ અધિકારી વિકાસ સહાયે સરકારને સોંપ્યો રિપોર્ટ - Gujarat Post

રાજકોટઃ પોલીસ કમિશનર કથિત તોડકાંડ મામલે તપાસ અધિકારી વિકાસ સહાયે 200 પાનાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે.હવે આ કેસમાં એક્શન પર તમામની નજર છે. તપાસ અધિકારી આઇપીએસ વિકાસ સહાયે ગત મોડી રાત્રે રિપોર્ટ સરકારને સોંપ્યો છે. દસ્તાવેજી પુરાવા અને તમામના નિવેદનો પછી આ રિપોર્ટ તૈયાર કરાયો છે. 

રાજકોટ સીપી મનોજ અગ્રવાલને DG વિકાસ સહાયે 19  ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં હતા.વિકાસ સહાય, એસપી હરેશ દુધાત અને પીઆઈ મહાવીર બારડની કમિટી દ્વારા તેમનું નિવેદન લેવાયું હતું. સતત બે વખત કરાઈમાં મનોજ અગ્રવાલની પૂછપરછ કરવામાં આવી હતી.DGP વિકાસ સહાય સમક્ષ ફરિયાદી સખીયા બંધુઓએ પુરાવા રજૂ કર્યાં હતા. જેમાં ચોંકાવનારી 2 વીડિયો કલીપ પણ હતી. 

ફરિયાદીને 3 ફેબ્રુઆરી, 2022ના દિવનપરા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવીને 4.5 લાખ રૂપિયા પોલીસે પરત કર્યાં હોવાની વીડિયો ક્લિપનો પૂરાવો આપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ PSI એમ.એમ.ઝાલા અને રાઇટર મહેશ મંડ આ વીડિયોમાં દેખાઇ રહ્યાં છે.બીજી તરફ અનેક પોલીસકર્મીઓની બદલીઓ કરી દેવાઇ છે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને શહેરના અન્ય પોલીસ સ્ટેશનોમાં પીઆઇ અને પીએસઆઇ સહિતના કર્મચારીઓની બદલીઓ કરાઇ છે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch