Sat,16 November 2024,7:51 am
Print
header

Big News- રાજકોટ તોડકાંડમાં ACBની એન્ટ્રી, ગૃહવિભાગે તપાસ સોંપ્યાં બાદ પુરાવા ભેગા કરાયા- Gujarat Post

IPS મનોજ અગ્રવાલ અને તેમની તોડબાજ ગેંગ સામે મોટી કાર્યવાહી શરૂ

કરોડો રૂપિયાની સંપત્તિનો પર્દાફાશ થવાની શક્યતા 

લોકોને દબાવીને ધમકીઓ આપીને પડાવ્યાં છે રૂપિયા 

ગાંધીનગર, રાજકોટઃ વેપારી પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કરવાના કેસમાં અને અન્ય ફરિયાદો બાદ ગૃહવિભાગે એસીબીને તપાસ સોંપી હોવાનું સામે આવ્યું છે, જેમાં ગાંધીનગર એસીબીએ રાજકોટથી પૂર્વ સીપી મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન પીઆઇ વી.કે.ગઢવી, તત્કાલિક PSI એસ.વી.સાખરા સહિતના અધિકારીઓની બેનામી સંપત્તિ સહિતની વિગતો ભેગી કરી હોવાનું સામે આવ્યું છે.

ACB ના ડેપ્યુટી ડાયરેક્ટર મકરંદ ચૌહાણની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવાઇ હોવાનું સામે આવ્યું છે.અને મહત્વના પુરાવા એકઠાં કર્યાં હોવાની ચર્ચાઓ છે. તોડકાંડ સામે આવ્યાં પછી રાજકોટથી મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં સજાના ભાગરૂપે બદલી કરી નાખવામાં આવી હતી, આ કેસની તપાસ આઇપીએસ વિકાસ સહાયે કરી હતી અને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હતો

રાજકોટમાં મનોજ અગ્રવાલે જમીનોના કેસ અને ફસાયેલા રૂપિયા કાઢી આપવાના નામે કરોડો રૂપિયાનો તોડ કર્યો હોવાના અનેક લોકોએ અને ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવીને તપાસની માંગ કરી હતી, ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાએ પણ આ મામલે મનોજ અગ્રવાલ એન્ડ કંપની સામે તપાસની માંગ કરી હતી..

આરોપ લાગ્યા બાદ રાજ્ય સરકારે અનેક પોલીસકર્મીઓની બદલીઓ કરી નાખી હતી અને કેટલાક પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા, આ તોડકાંડના અનેક પુરાવા પણ સરકારને સોંપવામાં આવ્યાં હતા, ત્યારે આ મામલે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ રાજ્ય સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં હતા. જો કે હવે રાજ્ય સરકાર જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી રહી છે. નોંધનિય છે કે મનોજ અગ્રવાલનો અમદાવાદમાં 35 કરોડ રૂપિયાનો બંગલો અને અન્ય કરોડો રૂપિયાની સંપત્તિ હોવાના આરોપ લાગ્યા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch