Sun,08 September 2024,9:10 am
Print
header

રાજકોટ પોલીસ કમિશનર સહિત ત્રણેય IPS અધિકારીઓને લિવ રિઝર્વમાં બેસાડી દેવાયા, ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી કાર્યવાહી

રાજ્યના 6 આઇપીએસ અધિકારીઓની બદલીના આદેશ

બ્રિજેશ ઝા રાજકોટ પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ

ડી.પી દેસાઈ રાજકોટના નવા મ્યુ.કમિશનર

રાજકોટઃ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં 28 નિર્દોષ લોકોનાં મોત થયા છે. આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે.રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિ. કમિશનર અનંત પટેલને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યાં છે. આ કેસની સંપૂર્ણ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી બંને ઉચ્ચ અધિકારીઓ લીવ રિઝર્વમાં રહેશે.

રાજકોટ એડિશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરીને હટાવાયા

ઝોન-2 ડીસીપી સુધીર દેસાઇને હટાવી દેવાયા

ત્રણેય આઇપીએસને તપાસ પુરી ન થાય ત્યાં સુધી નહીં મળે પોસ્ટિંગ

રાજકોટ અગ્નિકાંડમાં અગાઉ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર, બે પીઆઇને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં 4 કલાક સુનાવણી ચાલી હતી અને કોર્ટે 10 દિવસમાં સીટ પાસે રિપોર્ટ માંગ્યો છે. કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યાં છે અને કોર્પોરેશનના અધિકારીઓની ઝાટકણી કાઢી છે.

તો ટીઆરપી ગેમઝોન ચલાવનારા યુવરાજ સિંહ સોલંકી,નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટે 14 દિવસના રિમાન્ડ આપ્યાં છે અને તેઓના અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો હોવાની પણ શક્યતા છે, જેથી આ મામલે પોલીસ ઉંડી તપાસ કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch