રૂપિયા 15 કરોડનું 22 કિલો સોનું જપ્ત
કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરાઇ
28 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવી
Rajkot News: રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ તપાસને લઈને મોટા સમાચાર છે. અગ્નિકાંડના આરોપી તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાને એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, કોર્ટે તેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. આ સિવાય રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર અને તત્કાલિન કોર્પોરેશન કમિશનરના નિવેદન લેવામાં આવ્યાં હતા. ત્રણ કલાક સુધી બંનેના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જોકે આ બંનેએ શું નિવેદન આપ્યું તેની વિગત જાણવા મળી નથી.
સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી કે, સાગઠિયા તેના પગારની પુરેપુરી રકમ બચાવે તો પણ તેની પાસેથી મળેલી રકમ ભેગી કરી શકે નહીં. સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે. સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલકતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યાં છે તેની તપાસ થવી જરૂરી છે.
સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો છે ત્યારે 22 કિલો સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે. સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. રાજકોટના ઈતિહાસમાં કોઈ ભ્રષ્ટ અને કલાસ-વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકતો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
,્GSTના રાજ્યવ્યાપી દરોડા, 3 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ | 2024-11-22 21:07:27
આજીવન કેદની સજા રદ કરવા આસારામ બાપુએ કરી અરજી, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોકલી નોટિસ – Gujarat Post | 2024-11-22 20:45:40
ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાની થઈ પુષ્ટિ, યુએસ કોર્ટના આદેશ પર અનસીલ | 2024-11-22 15:04:16
અદાણી પર લાગેલા આરોપ બાદ વ્હાઈટ હાઉસની સામે આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું? | 2024-11-22 11:30:39
આવી રીતે થશે સનાતન ધર્મની રક્ષા ? ભવનાથના મહંત બનવા રૂપિયા 8 કરોડ આપ્યાંનો જૂના અખાડાનો પત્ર જાહેર થતાં ખળભળાટ | 2024-11-22 10:57:58
વોટ્સએપ ગ્રુપ હેક કરીને વિદ્યાર્થિનીઓ સાથે સાયબર છેતરપિંડી, 100થી વધુ છોકરીઓ બની શિકાર | 2024-11-22 08:20:53
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ગોંડલ જતી બસ ધંધૂકા-ફેદરા રોડ પર હરિપુરા નજીક પલટી ગઇ, 20થી વધુ મુસાફરો ઘાયલ- Gujarat Post | 2024-11-14 10:27:01