Sun,17 November 2024,12:09 am
Print
header

રાજકોટની આ કંપનીઓ પર GST ની તવાઇ, નીકળ્યું 32 કરોડ રૂપિયાનું કૌભાંડ

બોગસ બિલિંગના કૌભાંડોમાં કેટલાક સીએની શંકાસ્પદ ભૂમિકા, ઉંડી તપાસ જરૂરી 

રાજકોટઃ ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડોમાં એક પછી એક કંપનીઓના નામો સામે આવી રહ્યાં છે, જેમાં રાજકોટના જાણીતા ઉત્કર્ષ ગ્રુપ પર જીએસટી વિભાગે દરોડા કર્યાં હતા,ટીએમટી બાર્સના ઉત્પાદન સાથે સંકળાયેલા આ ગ્રુપની કંપનીઓના અનેક ઠેકાણે દરોડા કરાયા હતા, જેમાં આ કંપનીએ 30 કરોડ રૂપિયાની વેરાશાખા ખોટી રીતે લઇ લીધી હોવાનું ખુલ્યું છે.એટલે કે બિઝનેસ કર્યાં વગર સરકારને 30 કરોડ રૂપિયાનો ચૂનો લગાવી દેવામાં આવ્યો છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર સહિતના સ્થળોએ દરોડા કરાયા હતા, જેમાં અફઝલ સાદિલ અલી સજવાણી, મીનાબેન રંગસિંગ ઝાલા, મોંહમ્મદ અબ્બાઝ રફીક અલી મેઘાણી, કિર્તીરાજ સુતરીયા સહિતના આરોપીઓને ઝડપી લેવાયા હતા, નિલેશ પટેલની કંપની માધવ કોપર લિ.ની કરોડો રૂપિયાની ટેક્સચોરી સામે આવી હતી, અંદાજે 100 કરોડના આ કૌભાંડની તપાસ ચાલી રહી છે હવે ઉત્કર્ષ ઇસ્પાત એલએલપી રાજકોટ, બામણબોર, આર્યા મેટાકાસ્ટ પ્રા.લિ સહિતની કંપનીઓએ ખોટી વેરા શાખાનો લાભ લીધો હતો.

જીએસટી વિભાગે ઉત્કર્ષ ઇસ્પાતની ઓફિસો, આર્યા મેટાકાસ્ટ પ્રા.લિ, કંપનીઓના ડિરેક્ટર્સ અને તેમના સીએ હિમાંશું ચંદ્રેશ ચોમલને ત્યાં દરોડા કર્યાં હતા, સીએની રાજકોટની ઓફિસ અને અમદાવાદના ચાંદખેડામાં આવેલા નિવાસસ્થાને દરોડા કરાયા છે.જેમાં સામે આવ્યું છે કે ઉત્કર્ષે 30 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી નાખ્યું છે અને મેટાકાસ્ટ પ્રા.લિ કંપનીએ 2 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે, કંપનીના ઓનર નીરજ જયદેવ આર્યાએ દરોડા દરમિયાન છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ આ કંપનીઓના કૌભાંડનો આંકડો હજુ પણ વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch