Sat,16 November 2024,7:56 am
Print
header

ઘોર કળિયુગઃ રાજકોટમાં પુત્રએ પિતાનું માથું દિવાલ સાથે અથડાવીને મોતને ઘાટ ઉતારી દીધા- Gujarat Post

(આરોપી પુત્ર)

  • માતાએ જ કપાતર પુત્ર સામે ફરિયાદ નોંધાવી
  • પિતાનો કામધંધો બરાબર ચાલતો ન હોવાથી પુત્ર પાસે પૈસા માંગતા બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી
  • તમે જ પૈસા વાપરો છો ને મારા લગ્ન નથી કરાવતાં કહીને પુત્રએ પિતાનું માથું દિવાલ સાથે અથડાવ્યું

રાજકોટઃ શહેરમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્રએ પિતાનું માથું દિવાલ સાથે અથડાવતાં પિતાનું મોત થઇ ગયું છે.આ મામલે માતાએ જ તેના પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી લીધી છે.

બનાવની વિગત મુજબ રાજકોટના હિંગળાજનગરમાં વજુભાઈ ભાણજીભાઈ ચોટલિયા પરિવાર સાથે રહેતા હતા. તેઓ કડિયાકામ અને છૂટક કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમનો પુત્ર રવિ ગેરેજમાં નોકરી કરે છે. પિતાનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેઓ અવારનવાર પુત્ર પાસે પૈસા માંગતા હતા. જે મુદ્દે તેમની વચ્ચે અવાર નવાર રકઝક થતી હતી.

  • પિતા લોહીલુહાણ થવા છતાં પુત્ર ગડદાપાટુ મારતો રહ્યો
  • પડોશીઓ આરોપીના પિતાને હોસ્પિટલ લઈ ગયા
  • ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં

સોમવારે રાત્રે 10.30 કલાકે પિતાએ પૈસા માંગતા રવિ ઉશ્કેરાઈ ગયો હતો. તમે જ પૈસા વાપરો છો અને મારા લગ્ન કરાવી દેતા નથી તેમ કહીને પિતાને ઢીકાપાટુ મારવા લાગ્યો હતો, તેમનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું. જેને કારણે તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. આમ છતાં કપાતર પુત્ર અટકવાને બદલે પિતાને ગડદાપાટુ મારતો રહ્યો. માતાએ બૂમાબૂમ કરતાં પડોશીઓ દોડી આવ્યાં હતા અને પિતાને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. રાજકોટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch