Mon,18 November 2024,3:48 am
Print
header

Farmers Protest: મોદી સરકારને હંફાવનારા ખેડૂત નેતા રાકેશ ટીકૈત આવશે ગુજરાત, જાણો શું છે તેમનો કાર્યક્રમ ?

ગાંધીનગરઃ દિલ્હીની વિવિધ બોર્ડર પર ખેડૂતો ચાર મહિના કરતા વધારે સમયથી આંદોલન કરી રહ્યાં છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના આંદોલન પાછળ ખેડૂત નેતા રાકેશ ટિકૈત મુખ્ય દિમાગ છે. તેમની સાથે રહેલા અન્ય ખેડૂત નેતાઓ પણ સારી વ્યૂહરચના અપનાવી રહ્યાં છે.

રાકેશ ટિકૈત ત્રણ દિવસ પછી ગુજરાત આવી રહ્યાં છે. તેમના કાર્યક્રમને ભવ્ય બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેઓ અંબાજીથી દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે અને ખેડૂતોને સંબોધન કરશે. કૃષિ કાયદા અંગે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચેનો વિવાદ હજુ સુધી હલ થયો નથી. છેલ્લા ચાર મહિનાથી સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદે મોટી સંખ્યામાં ખેડૂતો જામ કરી રહ્યાં છે. ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટીકૈટ દેશભરમાં ખેડૂતોને જાગૃત કરીને આંદોલનને ઝડપી બનાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં તેમના આંદોલનની તૈૈયારીઓથી ભાજપ સરકારની મુશ્કેલીઓ વધશે.

4 એપ્રિલે અંબાજી દર્શન કરીને બે દિવસના પ્રવાસની કરશે શરૂઆત

પાલનપુર ખાતે યોજાશે કિસાન સંમેલન

ઊંઝામાં પાટીદારોના કૂળદેવી ઉમિયા માતા મંદિરે શિષ ઝુકાવશે

ગાંધીનગરમાં કરશે રાત્રી રોકાણ

5 એપ્રિલે ગાંધી આશ્રમની મુલાકાત લેશે

કરમસદ સરદાર સ્મારકની લેશે મુલાકાત

બારડોલીમાં કિસાન સંમેલનનું આયોજન

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch