Mon,18 November 2024,10:15 am
Print
header

અયોધ્યામાં દાનનો વરસાદ, રામ જન્મભૂમિ સમર્પણમાં BAPS નું રૂપિયા 2 કરોડ 11 લાખનું દાન

સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત, રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન 31 વર્ષ પહેલાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું 

અમદાવાદઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિર  (Ram Mandir) નિર્માણમાં બીએપીએસ સંસ્થા (BAPS) દ્વારા રૂપિયા બે કરોડ 11 લાખ, 11 હજાર 111 રૂપિયાનું દાન મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. સંસ્થાના વડીલ સદગુરૂ સંત ઇશ્વરચરણ સ્વામીએ ધનરાશિ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજને અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રામમંદિર નિર્માણ માટેની યાત્રા સોમનાથ- ગુજરાતથી નીકળી અયોધ્યા પહોંચી હતી તે સમયે રામ મંદિરની પ્રથમ આધાર શીલાનું પૂજન 31 વર્ષ પહેલાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ (pamukh Swami maharaj) દ્વારા થયું હતું. તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. રામમંદિર નિર્માણ કાર્યમાં પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો સહકાર તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ઘણો સહકાર રહ્યો છે.  તેમણે ઉમેર્યું હતું કે ભવ્ય રામમંદિરના નિર્માણમાં વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનાર બી.એ.પી.એસ. સંસ્થાનો સહકાર મળી રહ્યો છે. નાત-જાતથી ઉપર ઉઠી સાર્વજન કલ્યાણની ભાવના સુદ્રઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્યનું સ્થાપન થાય તે રામમંદિર નિર્માંણનો હેતુ છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીરામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમુન મંદિરોનું નિર્માણ કરનાર બી.એ.પી.એસ. સંસ્થાનો અનુભવ અને સહકાર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મળી રહ્યો છે તે આનંદની વાત છે. રામ મંદિર નિર્માણ સમિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા પણ સામેલ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી લઈ રામમંદિર નિર્માણ કાર્ય સુધી પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ (mahant Swami maharaj)નો સહકાર તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં અમર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પબળ અને પુરુષાર્થ થકી રામમંદિર નિર્માણના દરવાજા ખુલ્યાં છે ત્યારે રામમંદિર રાષ્ટ્રીય મંદિર બની રહેશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, બહુ જલદી રામલલ્લાનું નીજમંદિરમાં અધિષ્ઠાન થશે અને આપણે સૌ તેના સાક્ષી બનીશું. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઈતિહાસને ઉજાગર કરતું ભવ્ય રામ મંદિર સૌ કોઈના સહકારથી નિર્માણ પામશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch