Thu,31 October 2024,4:46 pm
Print
header

પીએમ મોદીએ રતન ટાટાના નિધન પર વ્યક્ત કર્યું દુ:ખ, અંતિમ યાત્રામાં અનેક હસ્તીઓ આપશે હાજરી

Ratan Tata Death News: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. દેશ-વિદેશમાં વસતા ભારતીયોએ પણ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરાયો છે.પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યાથી દર્શન માટે NCPAમાં રાખવામાં આવ્યો છે.

અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે

ગૃહમંત્રી અમિત શાહ રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. તે ભારત સરકાર વતી વર્લી સ્મશાનભૂમિ પહોંચશે. રતન ટાટાના અંતિમ સંસ્કાર અહીં 3.30 વાગ્યા પછી શરૂ થશે. પ્રથમ 45 મિનિટ માટે પ્રાર્થના કરવામાં આવશે. આ પછી ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી

રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આઇરિશ બિઝનેસમેન છે. જોકે તેમનો જન્મ ભારતમાં જ થયો હતો. નોએલ ટાટા અને રતન ટાટા ભાઈઓ છે. જો કે, બંનેની માતાઓ અલગ-અલગ છે. રતન ટાટા પરિણીત નથી અને તેમને સંતાન નથી. આવી સ્થિતિમાં નોએલ ટાટાને રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે પણ ગણવામાં આવી રહ્યાં છે. જો નોએલ ટાટાને રતન ટાટાના અનુગામી તરીકે સ્વીકારવામાં આવે તો તેમની પાસે આશરે રૂ. 3800 કરોડની સંપત્તિ થશે.

ઈલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર થશે

રતન ટાટાના અંતિમ સંસ્કાર વર્લીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. સૌથી પહેલા મૃતદેહને પ્રાર્થના હોલમાં રાખવામાં આવશે,  લગભગ 45 મિનિટ સુધી પ્રાર્થના થશે. આ પછી મૃતદેહને ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં મૂકવામાં આવશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

મહારાષ્ટ્ર-ઝારખંડમાં રાજ્ય શોકની જાહેરાત

મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે ગુરુવારે ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી હતી. 86 વર્ષીય ટાટાએ બુધવારે રાત્રે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch