Ratan Tata Net Worth: વરિષ્ઠ ઉદ્યોગપતિ અને અબજોપતિ રતન ટાટાનું બુધવારે મોડી સાંજે અવસાન થયું છે. ઉંમર-સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેને 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમને 7 ઓક્ટોબરના રોજ હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યાં હતા.
1991 થી 2012 સુધી ટાટા જૂથની કમાન સંભાળી
બુધવારે સાંજ સુધીમાં દેશ માટે એક ખરાબ સમાચાર આવ્યાં, જેના કારણે શોકની લહેર છવાઈ ગઈ છે. જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટાની ગણતરી સૌથી સફળ ઉદ્યોગપતિઓની યાદીમાં થાય છે અને તેમના નેતૃત્વમાં ટાટા ગ્રુપે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી. રતન ટાટાએ 1991માં ગ્રુપની કમાન સંભાળી અને 2012 સુધી કંપનીના ચેરમેન રહ્યાં હતા.
રતન ટાટા પોતાની પાછળ આટલી સંપત્તિ છોડી ગયા
ટાટા ગ્રૂપનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે અને ઘરના રસોડાથી લઈને આકાશમાં એરોપ્લેન સુધી આ નામ હાજર છે. જૂથમાં 100 થી વધુ લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ છે અને તેમનું કુલ ટર્નઓવર લગભગ $300 બિલિયન છે. સ્વર્ગસ્થ રતન ટાટાની સંપત્તિ વિશે વાત કરીએ તો અહેવાલો અનુસાર રતન લગભગ 3800 કરોડ રૂપિયાની અંદાજિત સંપત્તિ પાછળ છોડી ગયા છે.
આવકનો મોટો હિસ્સો દાનમાં ગયો
28 ડિસેમ્બર 1937ના રોજ જન્મેલા રતન ટાટાની સંપત્તિનો આ આંકડો તેમના વિશ્વવ્યાપી બિઝનેસને જોતા ઓછો લાગી શકે છે. રતન ટાટા તેમની ઉદારતા માટે જાણીતા હતા અને તેઓ દેશના ટોચના પરોપકારીઓમાં સામેલ હતા. જે પોતાની આવકનો મોટો હિસ્સો ટાટા ટ્રસ્ટને દાનમાં આપતા હતા. આ દાન ટાટા ટ્રસ્ટ હોલ્ડિંગ કંપની હેઠળની કંપનીઓ દ્વારા કરવામાં આવેલી કુલ કમાણીમાંથી 66% યોગદાન આપે છે.
ટાટા દરેકને મદદરૂપ હતા
2004ની સુનામી હોય કે દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ હોય, રતન ટાટા દરેક સંકટમાં મદદ કરવા માટે સૌથી આગળ હતા. તેઓ માત્ર સામાજિક કાર્ય માટે જ નહીં પરંતુ આર્થિક મુશ્કેલીઓથી પીડાતા વિદ્યાર્થીઓને મદદ કરવામાં પણ હંમેશા અગ્રેસર રહેતા હતા. તેમનું ટ્રસ્ટ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે છે. વિદ્યાર્થીઓએ જે.એન. ટાટા એન્ડોમેન્ટ, સર રતન ટાટા સ્કોલરશિપ અને ટાટા સ્કોલરશિપ દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અદાણીને બીજો જોરદાર ઝટકો, અમેરિકાની કાર્યવાહી બાદ કેન્યાએ પણ કરોડો ડોલરનો પ્રોજેક્ટ રદ્દ કર્યો | 2024-11-21 20:34:09
યુક્રેન પર રશિયાનો જોરદાર હુમલો, પહેલી વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છોડી | 2024-11-21 19:37:55
રાજકોટમાં BAPS મંદિરને પીજીવીસીએલે ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો | 2024-11-21 19:22:27
ACB ટ્રેપઃ ભાવનગરના આ પોલીસકર્મી 50 હજાર રૂપિયાની લાંચના છટકામાં ફસાયા | 2024-11-21 18:49:11
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં પેસેન્જર વાહન પર હુમલો, 39 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-21 18:38:33
ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મોદી પણ સામેલ છે, રાહુલ ગાંધીના જોરદાર પ્રહાર | 2024-11-21 15:04:57
અમેરિકામાં ગૌતમ અદાણી પર મોટો આરોપ, 265 મિલિયન ડોલરની લાંચને લઇને નવો ઘટસ્ફોટ | 2024-11-21 09:00:19
મહારાષ્ટ્રમાં મતદાનની ધીમી ગતિ, મુંબઈમાં સચિને આપ્યો વોટ, જાણો- ઝારખંડમાં શું છે હાલ ? | 2024-11-20 11:37:26
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર મતદાન ચાલુ, 4 રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી | 2024-11-20 09:14:13
દિલ્હીની હવા બની ઝેરી, અહીં શ્વાસ લેવો એટલે 50 સિગારેટ પીવા બરાબર- Gujarat Post | 2024-11-19 12:03:33
રશિયા ન્યુક્લિયર મિસાઈલ RS-26થી કિવ પર કરી શકે છે હુમલો, યુક્રેનિયન ઈન્ટેલિજન્સનો દાવો | 2024-11-21 09:29:47
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 12 સૈનિકો માર્યા ગયા | 2024-11-20 17:41:13