Mon,18 November 2024,1:58 am
Print
header

કોરોનામાં શ્રાઇન બોર્ડનો મોટો નિર્ણય, અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન સ્થગિત

નવી દિલ્હી: દેશમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન હાલ સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. અમરનાથ યાત્રા શરીન બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલથી રજીસ્ટ્રેશન શરુ થયુ હતું અને આજે તે અટકાવી દેવામાં આવ્યું છે ફરીથી તે કયારે શરુ કરાશે તેની કોઇ જાહેરાત કરવામાં આવી નથી દેશમાં જે રીતે કોરોનાસંક્રમણ વધી રહ્યું છે તે જોતા આ રજીસ્ટ્રેશન હાલ અટકાવી દેવાયુ છે.

ગયા વર્ષે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી

અમરનાથ તીર્થ યાત્રા જે ગત વર્ષે કોરોના મહામારીને કારણે રદ કરી દેવામાં આવી હતી, તે આ વર્ષે 28 જૂનથી શરૂ થવાની છે. યાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થયું હતું. ગત વર્ષે કોરોના વાયરસ મહામારીને કારણે અમુક સાધુઓએ જ યાત્રા કરી હતી, જ્યારે વર્ષ 2019માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાંના ત્રણ દિવસ પહેલા જ એટલે કે બે ઓગસ્ટે આતંકવાદી ખતરાને ધ્યાનમાં રાખી યાત્રાને વચ્ચે જ રોકી દેવામાં આવી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch