Sun,17 November 2024,7:22 pm
Print
header

ધર્માંત્તરણ ગેંગના તાર ઝાકિર નાઇક સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશઃ ધર્માંત્તરણ સાથે સંકળાયેલા કેસની તપાસમાં લાગેલી યુપી એટીએસને (UP ATS) ઘણી મહત્વની જાણકારી મળી છે, ઉમર ગૌતમ અને કાઝી જહાંગીરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ધર્માત્તરણ કેસનાં તાર ઝાકિર નાઇક સાથે જોડાયેલા છે, ઉમર ગૌતમનું કનેક્શન ઝાકિર નાઇકની સંસ્થા ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન સાથે હોવાનું બહાર આવ્યું છે.

ઝાકિર નાઇક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ફૈઝ સૈય્યદનાં ઉમર સાથે નજીકનાં સંબંધ છે, ઝાકિર નાઇકની સંસ્થા પ્રતિબંધ પહેલા ઇસ્લામિક યૂથ ફાઉન્ડેશનને ફંડિગ કરે છે, આ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા લોકો પણ ઉમર સાથે સંપર્કમાં હતાં, યુપી એટીએસની તપાસમાં જાણવા મળ્યું છે કે ધર્મ પરિવર્તનનો આ ખેલ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં હતાં.

ઉમર ગૌતમે અત્યાર સુધીમાં ઇસ્લામિક દાવા સેન્ટર દ્વારા મોટી સંખ્યામાં લોકોનું ધર્માંત્તરણ કર્યું છે. તપાસ એજન્સીને અત્યાર સુધીમાં 33 લોકોની યાદી મેળવી છે. આ યાદીમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારના ઘણા યુવાનોના નામનો પણ સમાવેશ થાય છે. ધર્મ પરિવર્તનનાં ફોર્મ પર જહાંગીર કાઝીનું નામ છાપવામાં આવ્યું છે. માહિતી અનુસાર, 7 મી જાન્યુઆરી, 2020 થી 12 જૂન 2021 સુધી 33 લોકોનું ધર્માંત્તરણ કરવામાં આવ્યું છે. જેમાં 18 મહિલાઓ અને 15 પુરુષો સામેલ છે.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકોનું ધર્માંત્તરણ કરવામાં આવ્યું છે, તેઓ ઘણા શિક્ષિત છે. બધાની પાસે સારી ડિગ્રી પણ છે. ફક્ત બુલંદશહેરનો નાવેદ ઓછો શિક્ષિત છે. એન્જિનિયરિંગ અને મેડિકલ સહિત અન્ય વિવિધ પ્રકારની ડિગ્રીઓ આ લોકો ધરાવે છે. ઘણા લોકોએ આ ગેંગનો શિકાર બનીને એ તેમનો ધર્મ બદલી નાખ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch