Sat,16 November 2024,4:32 pm
Print
header

ધાર્મિક પોસ્ટને લઈને રાજકોટમાં 25થી વધુ વિધર્મી યુવકોએ 5 હિન્દુ યુવાનો પર કર્યો હુમલો - Gujarat post

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ 

રાજકોટ: શહેરમાં ધાર્મિક પોસ્ટ(Religious post ) મૂકતા વિવાદ થયો છે. શહેરમાં પાંચ હિંદુ યુવકો પર 25થી વધુ વિધર્મી લોકોએ ટોળું કરીને માર માર્યો હોવાના આરોપો લાગ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા વિધર્મી 25થી વધુ લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે. હિંદુ યુવકે સોશિયલ મીડિયામાં ધાર્મિક ટિપ્પણી કરી હોવાથી ટોળાએ માર મારીને તેની સમક્ષ ધાર્મિક ટિપ્પણી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.યુવકે આરોપ લગાવ્યો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ દૂર કરવા છતા માર માર્યો હતો.

વિનય ડોડીયા નામના યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક ધાર્મિક પોસ્ટ મૂકી હતી.જેને લઈને ઇરશાદ સંધી નામના એક યુવકે તેને પોસ્ટ ડિલીટ કરવા માટે ઈન્સ્ટાગ્રામમાં જ ગાળો અને ધમકી આપી હતી. બાદમાં જિલ્લા ગાર્ડન નજીક સમાધાન માટે બોલાવી 25થી વધુ લોકોએ હુમલો કર્યો હતો. હુમલાની ભનક આવી જતા પોસ્ટ મૂકનાર સહિત સાથે રહેલા અન્ય ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આરોપીઓએ તેમના એક બાઈકનો કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું સામે આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch