Mon,18 November 2024,11:12 am
Print
header

ગણતંત્ર દિવસ પર PM મોદીએ પહેરેલી પાઘડી ગુજરાતમાંથી કોણે ગિફ્ટમાં આપી છે ?

નવી દિલ્હીઃ આજે દેશમાં 72મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે લોકતંત્રના આ મહાપર્વની ધૂમધામ અને ભવ્ય રીતે ઉજવણી થાય છે. પરંતુ આ વખતે કોરાનાને કારણે ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. કોરોના વાયરસને કારણે ચાલુ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોઇ વિદેશી નેતાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પણ ભારતમાં 1952, 1953 અને 1966માં ગણતંત્ર દિવસ પરેડ માટે મુખ્ય અતિથિ ન હતા.

પ્રધાનમંત્રી મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર પહેરેલી પાઘડી ગુજરાતમાંથી ભેટ આપવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આ પાઘડી ભેટ આપવામાં આવી છે. થોડા સમય પહેલા જ આ પાઘડી મોદીને મોકલી આપવામાં આવી હતી અને આજે તેમને આ પાઘડી પહેરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch