Sun,27 October 2024,6:52 pm
Print
header

જામનગરના ઠેબા ગામ પાસે ઇકો કાર-રિક્ષા વચ્ચે અકસ્માત, 2 લોકોનાં મોત

જામનગર: ઠેબા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય 6 વ્યકિતઓને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનું પડીકુ વળી ગયું હતું.

શહેરની ઠેબા ચોકડી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 6 અન્ય વ્યક્તિઓ ગંભીર ઇજાઓ થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતની  જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. મૃત્યું પામનાર લોકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ થોડા સમય માટે આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar