Fri,01 November 2024,4:54 pm
Print
header

રિક્ષાચાલકે મારી પલટી, પહેલા કેજરીવાલને ઘરે જમવા લઇ ગયો અને હવે કહે છે હું તો મોદીનો આશિક છું..Gujaratpost

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. બાદમાં તેમને અમદાવાદીઓને 'મેટ્રો ટ્રેન'ની ભેટ અર્પણ કર્યાં બાદ થલતેજ ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. આ બધાની વચ્ચે આપ અને ભાજપ વચ્ચે તુતુ મે મે થાય તેવા અહેવાલ આવ્યાં છે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ થોડા દિવસ પહેલા જ ઘાટલોડિયામાં જે રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા ગયા હતા તે વિક્રમ દંતાણી આજે ભાજપની ટોપી અને ભાજપનો ખેસ પહેરીને જાહેરસભામાં વડાપ્રધાનને સાંભળવા માટે પહોંચ્યો હતો.

રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું કે, હું જ્યારથી વોટ નાખતા શીખ્યો છું ત્યારથી જ ભાજપમાં જોડાયેલો છું અને મોદી સાહેબનો આશિક છું. જ્યારે હું યુનિયનની સભામાં ગયો હતો ત્યારે મેં અરવિંદ કેજરીવાલને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. એક સામાન્ય નાગરિક અને ગુજરાતી જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જમવાનું આમંત્રણ આપે છે, તેવી રીતે જમવા બોલાવ્યાં હતા. હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો નથી. પ્રોટોકોલ તોડીને તેઓ મારી સાથે રીક્ષામાં આવ્યાં હતા. હું પહેલાંથી જ ભાજપ માટે જ કામ કરૂં છું. અમારી આખી સોસાયટી ભાજપને જ મત આપે છે.

અરવિંદ કેજરીવાલ મારા ઘરે આવ્યાં ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા.મોટાભાગના લોકો તેમના જ માણસો હતા.અડધા માણસો યુનિયન તરફથી અને બીજા એમના માણસો હતા. અરવિંદ કેજરીવાલ જમીને ગયા પછી તેઓએ મારો કોઈ સંપર્ક કર્યો નથી. હું તો ભાજપ સાથે જોડાયેલું છું. ભાજપ સરકાર હોય ત્યાં મને કોઈ ડર નથી. ભાજપ સરકારનું કામ હોય ત્યાં હું હાજર થઈ જાઉ છું. મારા ઉપર કોઈ દબાણ નથી કે કોઈ ધમકી આપવામાં આવી નથી.હું જાતે જ આ સભામાં આવ્યો છું.

ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા દંતાણીનગરમાં રહેતા સામાન્ય રિક્ષાચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું કે અમારા ઓટો રિક્ષા ડ્રાઇવર એસોસિયેશનની મીટિંગ હતી, તેમાં અરવિંદ કેજરીવાલના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં અમારે જવાનું હતું. પહેલા અમને ખ્યાલ ન હતો કે અરવિંદ કેજરીવાલ ત્યાં આવવાના છે, પરંતુ હું ત્યાં ગયો ત્યારે અરવિંદ કેજરીવાલ ત્યાં આવ્યાં હતા. મેં પંજાબનો એક વીડિયો જોયો હતો, જેમાં તેઓ રિક્ષા-ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા, જેથી મને પણ મનમાં લાગ્યું કે હું આમંત્રણ આપું, જેથી મેં તેમને આમંત્રણ આપતાં તેઓ મારા આમંત્રણનો સ્વીકાર કરીને ઘરે જમવા માટે આવ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch