Sun,17 November 2024,4:57 am
Print
header

તમંચાની અણીએ બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ, ધી સુરત ડિસ્ટ્રીક્ટ કૉ.ઓપરેટિવ બેંકનો બનાવ

દિવસે બેંકમાં લૂંટથી સનસની, કાયદો વ્યવસ્થાની સ્થિતી પર ઉઠ્યાં સવાલ 

સુરત: બારડોલીના મોતા ગામે સુરત ડિસ્ટ્રીક્ટ કૉ ઓપરેટિવ બેંકમાં ધોળે દહાડે લૂંટારુંઓ ત્રાટક્યા હતા. સુરત ડિસ્ટ્રીક્ટ કૉ ઓપરેટિવ બેંકમાં 3 લૂંટારુએ તમંચો બતાવીને બેંકને બાનમાં લીધી હતી. ત્રણ લૂંટારુઓ પૈકી બે પાસે તમંચા હતા.બેંકના 6 કર્મચારીઓને બંધક બનાવીને લૂંટ ચલાવીને રૂપિયા 10.40 લાખની લૂંટ ચલાવી હતી.

મોતા ગામ કોઈ અંતરીયાળ ગામ નથી છંતા આ પ્રકારની સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે. બેંકના સી.સી.ટી.વી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે. પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. લૂંટારુઓએ 15 મિનિટમાં સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 10.40 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા. સુરત જિલ્લામાં આવેલી બેંકમાં આ પ્રકારની લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારુંઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch