Mon,18 November 2024,4:17 am
Print
header

રોહતક પીજીઆઈમાં મધર-ચાઇલ્ડ વોર્ડમાં તૈનાત 22 ડોક્ટરોને કોરોના થતાં હડકંપ

રોહતકઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત અને હરિયાણા સહિત લગભગ 10 રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. હરિયાણાના રોહતકના પીજીઆઈમાં 22 ડોકટરો કોરોના પોઝિટિવ મળતા હાહાકાર મચી ગયો છે. તમામ ડોકટરો મધર-ચાઇલ્ડ વોર્ડમાં ડ્યૂટી પર હતા કોરોનાના કેસો આવ્યાં બાદ આ વોર્ડને બંધ કરી દેવાયો છે.

22 તબીબોમાંથી ચારે તાજેતરમાં કોરોનાની રસી લીધી હતી.મધર-ચાઇલ્ડ વોર્ડ બંધ થયા પછી ફક્ત ડિલિવરીને લગતા ઇમરજન્સી કેસ ચલાવવામાં આવશે. અન્ય તમામ કેસો સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 53,480 નવા કેસ અને 354 લોકોના મોત થયા છે.જ્યારે 41,280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,21,49,335 થયા છે. 1,14,34,301 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,52,566 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,62,468 છે. દેશમાં કુલ 6,30,54,353 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch