Mon,18 November 2024,3:45 am
Print
header

ગીરનાર પછી ચોટીલામાં પણ બનશે રોપ-વે, મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી જાહેરાત

ચોટીલાઃ યાત્રાધામ ગીરનાર (Girnar) પછી હવે સુપ્રસિદ્ધ ચોટીલા ડુંગર પર રોપ વે બનશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચોટીલા રોપ વેની મંજૂરી મળી હોવાની વાત કરી છે.તેમને આજે જ મંજુરી આપી હોવાની ગૃહમાં જાહેરાત કરી હતી. ચોટીલા ખાતે માં ચામુંડાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. હવે આ મંદિરના દર્શનાર્થે આવનારા લોકોને પણ રોપ-વેનો લાભ મળશે. ગુજરાતમાં અત્યારે અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વેની સુવિધા છે. હવે ગુજરાતને વધુ એક રોપ-વે મળશે. જેને કારણે માતાજીના દર્શન કરવા વધુ સરળ બનશે.  

જૂનાગઢના ગિરનારમાં એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેકટનું  ઇ-લોકાર્પણ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કર્યું હતું. લોકાર્પણ બાદ શહેરના આગેવાનો, કર્મચારીઓ, અધિકારીઓ, રાજકીય પક્ષના કાર્યકરોએ રોપ-વેની સફર કરી હતી. રોપ-વેમાં સફર કરવા માટેનો ટિકીટ ચાર્જ 700 રૂપિયા રાખવામાં આવ્યો હતો, જ્યારે બાળકો માટે 350 રૂપિયા તેમજ કોઇને માત્ર વન- વે સફર એટલે લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન જવું હોય તો તેના માટે 400 રૂપિયા રાખવામાં આવ્યાં હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch