Sat,16 November 2024,1:49 am
Print
header

EDએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી પાસેથી રૂ.2.82 કરોડ રોકડા, 133 સોનાના સિક્કા રિકવર કર્યાં- Gujarat Post

(સત્યેન્દ્ર જૈનના ઘરેથી મળેલી રોકડ અને સોનું)

  • ઈડીની કાર્યવાહી બાદ દિલ્હી સરકાર અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ
  • ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું સીએમ કેજરીવાલ તેમને પદ્મશ્રી આપવાની વાત કરતા હતા
  • તમારી પાસે બધી એજન્સીઓની શક્તિ છે, પરંતુ ભગવાન અમારી સાથે છેઃ કેજરીવાલ

નવી દિલ્હીઃદિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમના અને તેમના સહયોગીઓના ઘરે દરોડા પાડ્યા હતા. EDએ 2.82 કરોડ રૂપિયાની રોકડ અને 133 સોનાના સિક્કા રિકવર કર્યાં છે.

ઇડીએ કહ્યું કે આ કાર્યવાહી પીએમએલએ હેઠળ કરવામાં આવી હતી.આ જપ્તી બાદ દિલ્હી સરકાર અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.ભાજપ નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે સીએમ કેજરીવાલ તેમને પદ્મશ્રી આપવાની વાત કરી રહ્યાં હતા કેજરીવાલના મતે તેઓ ઈમાનદાર છે. સત્યેન્દ્ર જૈનના ભ્રષ્ટાચાર માત્ર એક ઝલક છે. અસલી ચહેરો કોઈ બીજો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે EDની કાર્યવાહી પર નિવેદન આપ્યું છે. તેમણે વડાપ્રધાન મોદી પર સત્યેન્દ્ર જૈન અને તેમના નજીકના સહયોગીઓના પરિસરમાં દરોડા પાડવાનો આરોપ લગાવ્યો છે.તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ સમયે વડાપ્રધાન સંપૂર્ણ તાકાત સાથે આમ આદમી પાર્ટી- ખાસ કરીને દિલ્હી અને પંજાબ સરકારોની પાછળ છે.તમારી પાસે બધી એજન્સીઓની શક્તિ છે, પરંતુ ભગવાન અમારી સાથે છે. તેમને ભાજપ સરકારની ઝાટકણી કાઢી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch