ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યાં છે કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે હવે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે. ઉપરાંત ત્રીજી લહેરની સાવચેતી માટે સરકારે આગોતરા આયોજન કરવાનાં શરૂ કરી દીધાં છે. આજે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિનદયાળ ક્લિનિક સહિત અનેક મોટી જાહેરાતો કરી છે.
નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવો હોય તો એનો દર ઘટાડવામાં આવ્યો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700માંથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયા હતો, એમાં ઘટાડો કરીને હવે 550 રૂપિયા કરવામાં આવ્યો છે.
એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય એનો અત્યાર સુધીનો ચાર્જ 4 હજાર હતો, તે ઘટાડીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ રૂ.3 હજાર હતો, જેમાં ઘટાડો કરી રૂ.2 હજાર 500 કરવામાં આવ્યો છે.જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યા, પીડિતોના પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22