Sat,16 November 2024,1:18 pm
Print
header

યુક્રેનમાં ફાયરિંગમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, પરિવારમાં માતમ- Gujarat post

Russia Ukraine War: યુક્રેનના ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થી(Indian student)નું મોત થઇ ગયું છે. વિદેશ મંત્રાલયે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટી કરીએ છીએ કે આજે સવારે ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે. રશિયન સૈનિકોના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે તેમના પરિવારના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે ભારતીય હજુ પણ ખારકિવ અને અન્ય સંઘર્ષ ક્ષેત્રોમાં છે. મૃતક ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના હાવેરી જિલ્લાના નવીન એસજી તરીકે થઇ છે. વિદ્યાર્થી એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. રાજધાની કિવ પર રશિયન સેનાના તાજેતરના હુમલામાં યુક્રેનના 70 સૈનિકો માર્યા ગયા છે. રશિયન સૈનિકોએ રહેણાંક વિસ્તારોમાં તોપમારો છે. રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવ પર મિસાઈલ છોડી છે.

રશિયાની સેનાના આક્રમક હુમલાથી કિવ-ખાર્કિવ ધ્રુજી ઊઠ્યાં છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાંક શહેરોને ઘેરી પણ લીધાં છે. એમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે. ખેરસન શહેરના મેયર, ઇગોર કોલયખાયેવે દાવો કર્યો છે કે રશિયન સૈન્યએ શહેરને બ્લોક કરી દીધું છે. મતલબ કે હવે કોઈપણ વ્યક્તિ શહેરમાં અંદર કે બહાર જઈ શકશે નહીં.

રશિયા આજે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે, તેથી જ ભારતીય દૂતાવાસે પણ પોતાના તમારા નાગરિકોને ચેતવણી આપતાં તાત્કાલિક કિવને છોડી દેવા માટે જણાવ્યું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો બહાર નીકળી જાય, નહીંતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહીં હોય.

યુક્રેન પર રશિયાના હુમલા(Russia Ukraine War)ના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch