Sat,16 November 2024,8:03 am
Print
header

અમેરિકાના બદલાયા સૂર, કહ્યું ભારત-રશિયાની મિત્રતા અમે તોડવા નથી માંગતા પણ પુતિનને સંદેશ આપો- Gujarat Post

(યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસ)

  • રશિયા-યુક્રેન વચ્ચે સવા મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ
  • રશિયાના વિદેશ મંત્રી હાલ ભારતની મુલાકાતે 
  • થોડા દિવસ પહેલા ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે આવ્યાં હતા
  • રશિયા સાથે દરેક દેશને સંબંધ છે, અમેરિકા તેમાં ફેરફાર નથી ઈચ્છતું

Russia Ukraine War: રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની નજર ભારતના સ્ટેન્ડ પર છે. આજે જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને મળશે, તાજેતરના દિવસોમાં ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓએ ભારતની મુલાકાત લીધી હતી અને રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી હતી.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું રશિયા સાથે દરેક દેશનો પોતાનો સંબંધ છે, વોશિંગ્ટન તેમાં કોઈ ફેરફાર ઈચ્છતું નથી.વિવિધ દેશોના રશિયન ફેડરેશન સાથે તેમના પોતાના સંબંધો છે. તે એક ઐતિહાસિક અને ભૌગોલિક હકીકત છે, અમે તેને બદલવા માંગતા નથી.

તેમણે કહ્યું, ભારત હોય કે વિશ્વભરના અન્ય ભાગીદારો,અમે અમારા સહયોગીઓના સંદર્ભમાં જે કંઈ કરી શકીએ છીએ તે કરી રહ્યાં છીએ. આજે આંતરરાષ્ટ્રીય સમુદાય એક અવાજે બોલી રહ્યો છે. વિશ્વ રશિયાની અન્યાયી, ગેરવાજબી રીતનો આક્રમકતાથી જવાબ આપશે. ભારત સહિત તમામ દેશોએ હિંસાનો અંત લાવવાના પ્રયાસો કરવા પડશે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની ભારત મુલાકાત દરમિયાન પ્રાઇસે આ ટિપ્પણી કરી છે. તેઓ આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે તેવી અપેક્ષા છે. સાથે જ તેમને ચીનને એશિયા માટે ખતરો ગણાવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch