Sat,16 November 2024,10:10 am
Print
header

Russia Ukraine War: યુક્રેન પર થઈ શકે છે રાસાયણિક હુમલો, અમેરિકાની ચેતવણી- Gujarat Post

(યુક્રેનમાંથી સ્થળાંતર કરતાં લોકો – તસવીર સૌજન્ય એએફપી)

  • રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 15મો દિવસ
  • બંને પક્ષો તેમના વલણમાં થોડા નરમ પડ્યાં

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે બે અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના પંદરમા દિવસે પણ આ યુદ્ધ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. બંને દેશોનું વલણ કંઈક અંશે નરમ પડ્યું છે. યુક્રેને નાટોના સભ્યપદના તેના આગ્રહથી પીછેહઠ કરી છે, રશિયાએ કહ્યું છે કે તે યુક્રેનની વર્તમાન સરકારને પછાડવા માંગતા નથી, પરંતુ તેઓ આ દેશને તટસ્થ બનાવવા માંગે છે.

યુક્રેનમાં રશિયા દ્વારા રાસાયણિક અને જૈવિક હુમલાની શક્યતાને લઇને મહાસત્તા અમેરિકાએ ચેતવણી આપી છે. બાઈડેન તંત્રએ ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનમાં રાસાયણિક- જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ યુક્રેનમાં રાસાયણિક હથિયારોના સંભવિત ઉપયોગ અંગે ચેતવણી આપી છે. રશિયાએ અમેરિકા પર યુક્રેનમાં જૈવિક હથિયારો એકત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. સાકીએ યુક્રેનના દાવાને નકારી કાઢતા કહ્યું કે રશિયાના આરોપો ખોટા અને વાહિયાત છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ નાટોમાં ન જોડાવાની જાહેરાત કર્યાં બાદ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને નરમતા દર્શાવી છે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું અમારો ઉદ્દેશ્ય યુક્રેનની સરકારને પછાડવાનો નથી, પરંતુ તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવાનો છે. રશિયા આ લક્ષ્ય હાંસલ કરવાનું ચાલુ રાખશે. ચર્ચામાં આગામી રાઉન્ડમાં યુક્રેન તરફથી વધુ નોંધપાત્ર પ્રગતિની અપેક્ષા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch