Sat,16 November 2024,1:17 pm
Print
header

Breaking News- યુક્રેનમાં કંઇક મોટું થવા જઇ રહ્યું છે, ભારતે કહ્યું ભારતીયો આજે જ કિવ છોડી દે- Gujarat Post

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચે બેઠક બાદ પણ કોઇ નિર્ણય નથી આવ્યો, બીજી તરફ રશિયા દુનિયાને તેની તાકાત દેખાડી દેવા માંગે છે કિવની આસપાસ મોટો લશ્કરી કાફલો જઇ રહ્યો છે, અંદાજે 64 કિ.મી લાંબો રશિયન કાફલો કિવ પહોંચી રહ્યો છે. ભયાનક દ્રશ્યો અહીં ઉભા થયા છે.દુનિયાને ડર છે કે કંઇ મોટું થવાનું છે, ભારત સરકારે ભારતીયોને આજે જ કિવ છોડી દેવા સલાહ આપી છે. રશિયન સેના કિવ પહોંચી રહી છે. ભારતના અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકો રાજધાની કિવમાં ફસાયા છે. જેમને બહાર કાઢવા મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે એરફોર્સને પણ ભારતીયોને પાછા લાવવા આદેશ આપી દીધા છે.

કિવ પહોંચી રહેલી સેનામાં હજોરો ટેન્ક, હેલિકોપ્ટર છે, મોટી સંખ્યામાં સૈનિકો અહીં પહોંચી રહ્યાં છે. રશિયન સેનાએ યુક્રેનનો એક સેના બેઝ ઉડાવી દીધો છે, જેમાં 70 સૈનિકોના મોત થઇ ગયા છે, અનેક સરકારી ઇમારતો મિસાઇલ્સથી ઉડાવી દેવામાં આવી છે. હજુ પણ યુદ્ધ ભયાનક બનવાના એંધાણ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch