Fri,15 November 2024,6:30 pm
Print
header

અમેરિકાનો દાવો, ઈરાની સૈનિકો ક્રિમિયામાં રશિયાને ડ્રોન હુમલામાં મદદ કરી રહ્યાં છે- Gujarat Post

(તસવીર સૌજ્યઃ AFP)

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના ભયંકર યુદ્ધનો હાલ કોઈ અંત આવે તેમ લાગતું નથી. યુક્રેનના સમર્થનમાં અમેરિકા પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યું છે. હવે વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઇરાની સૈનિકો ડ્રોન હુમલામાં ક્રિમિયામાં રશિયન સૈનિકોને મદદ કરી રહ્યાં છે, તેઓ યુક્રેનના નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યા હોવાના અમેરિકા પાસે પુરાવા છે. અમેરિકાએ હવે ઇરાનને પણ ચેેતવણી આપી છે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ જણાવ્યું કે ઇરાને ક્રિમિયામાં સૈનિકો મોકલ્યા હતા, ઇરાને ડ્રોન દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં રશિયાની મદદ કરી હતી. ક્રિમિયા યુક્રેનનો એક ભાગ છે, 2014 માં રશિયાએ બળના ઉપયોગ કરીને તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને તેના પર કબ્જો કર્યો હતો.

કિર્બીએ એવો દાવો કર્યો હતો કે રશિયા દ્વારા યુક્રેનમાં ડ્રોન હુમલા કરી રહેલા રશિયાની મદદ માટે ઇરાને ક્રિમિયામાં ટ્રેનર્સ અને ટેક્નિકલ મદદ લીધી છે. અમેરિકાએ ખુલાસો કર્યો કે રશિયન સૈન્ય યુક્રેન પરના હુમલા માટે ઇરાન પાસેથી માનવરહિત વિમાન ખરીદી રહ્યું છે. જો કે ઈરાને પોતાના હથિયારો રશિયાને વેચવાનો ઈનકાર કરી દીધો છે.

યુક્રેનિયન અધિકારીઓએ જણાવ્યું કે મોસ્કો કિવને તબાહ કરવા માટે તેના પાવર પ્લાન્ટ પર હુમલો કરી રહ્યું છે. એનરહોડરના મેયર દિમિત્રો ઓર્લોવે જણાવ્યું કે શહેરમાં વીજળી અને પાણીના સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch