Sat,16 November 2024,10:03 am
Print
header

રશિયાએ અઠવાડિયામાં યુક્રેન પર 500થી વધુ મિસાઈલ છોડી, અમેરિકાનો દાવો- Gujarat Post

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો 10મો દિવસ

દિવસને દિવસે રશિયા બની રહ્યું છે આક્રમક

રશિયા રોજ યુક્રેન પર વિવિધ પ્રકારની 12થી વધારે મિસાઈલ છોડી રહ્યું છે

Russia Ukraine War: રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 10મો દિવસ છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમની સેનાએ રશિયન ટેન્ક પર હુમલો કરીને તેને ઉડાવી દીધી છે. રશિયન ટેન્કને એન્ટી ટેન્ક મિસાઈલ સિસ્ટમથી ઉડાવી દેવામાં આવી છે. ખારકિવ અને કિવમાં ફરી એકવાર જોરથી ધડાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. બીજી તસવીર સામે આવી છે જેમાં એક બિલ્ડિંગની નજીકથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. શહેરોમાં સતત એલાર્મ વાગી રહ્યાં છે, લોકોને સલામત સ્થળે પહોંચવા માટે કહેવામાં આવી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ પર અમેરિકાએ મોટો દાવો કરતા કહ્યું છે કે યુદ્ધના પહેલા અઠવાડિયામાં રશિયાએ 500થી વધુ મિસાઈલો છોડી છે.અમેરિકાએ કહ્યું કે આ હુમલો અલગ-અલગ પ્રકારની મિસાઈલોથી કરવામાં આવ્યો છે.રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

NEXTAના રિપોર્ટ અનુસાર રશિયામાં ફેસબુક, ટ્વિટર બાદ પુતિને હવે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવી દીધો છે.સુમીમાં રશિયન સેના અને યુક્રેનિયન સેના વચ્ચે ભિષણ લડાઈ ચાલુ છે. યુક્રેને સુમીના તમામ લોકોને શક્ય એટલી વહેલી તકે સુરક્ષિત સ્થળોએ પહોંચવા કહ્યું છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હાજર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch