Sat,16 November 2024,10:33 am
Print
header

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવાયાનો દાવો ? વિદેશ મંત્રાલયે કહી આ વાત- Gujarat Post

(યુક્રેનથી ભારત પરત ફરવાની રાહ જોતાં વિદ્યાર્થીઓ)

  • બંને દેશો વચ્ચે યુદ્ધનો આજે આઠમો દિવસ છે
  • રશિયાએ હવે યુક્રેનની જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યુ

Ukraine Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા તરફથી હજુ પણ હુમલા ચાલુ છે. દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ પસાર કર્યો છે જેમાં રશિયન સૈન્યને યુક્રેનમાંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.આ સિવાય યુક્રેનમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. યુક્રેનમાં હુમલા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેને લઈ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, યુક્રેનમાં આપણું દુતાવાસ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોના સતત સંપર્કમાં છે. યુક્રેનના સત્તાધીશોના સહયોગથી કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ ગઈકાલે ખારકિવ છોડી ગયા છે. અમને બંધકની સ્થિતિનો કોઈ અહેવાલ મળ્યો નથી.રશિયાએ યુક્રેનની સેના પર ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

યુએન જનરલ એસેમ્બલીના આંકડા અનુસાર, યુક્રેનમાં રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 752 લોકોના મોત થયા છે. આ આંકડો 1 માર્ચ સુધીનો છે.યુક્રેનના મીડિયા અનુસાર રશિયાએ બાંગ્લાદેશી જહાજ પર પણ મિસાઈલથી હુમલો કર્યો હોવાનું સામ આવ્યું છે. આ હુમલામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રશિયાએ હવે યુક્રેનની જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે.કિવમાં સેન્ટ્રલ રેલવે સ્ટેશનને પણ મિસાઈલથી ઉડાવી દેવામાં આવ્યું છે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો હવાઈ હુમલો કર્યો છે.આ અંતર્ગત રક્ષા મંત્રાલય પાસે પણ બોમ્બમારો કરવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch