Sat,16 November 2024,1:17 pm
Print
header

યુક્રેનમાં 7 વર્ષની બાળકી સહિત વધુ 6 લોકોનાં મોત, ઝેલેન્સકીએ કહ્યું- બેલારુસમાં કોઈ વાતચીત નહીં થાય-Gujarat post

Russia Ukraine War:રશિયા સાથે યુદ્ધમાં ઘેરાયેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે, અમે રશિયા સાથે શાંતિ મંત્રણા કરવા તૈયાર છીએ પરંતુ બેલારુસ(Belarus)માં આ શાંતિ મંત્રણા ન થવી જોઈએ. પોતોના આ નિવેદન અંગેનું કારણ આપતાં ઝેલેન્સકીએ જણાવ્યું કે, અમારા પાડોશી દેશ બેલારુસનો ઉપયોગ રશિયાએ યુદ્ધના લોન્ચ પેડ તરીકે કર્યો છે. એસોસિયેટેડ પ્રેસ (AP)ના એક રિપોર્ટ પ્રમાણે ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં શાંતિ મંત્રણા માટે બીજા દેશોના સ્થળોનો વિકલ્પ આપ્યો છે. વર્સાવ, બ્રાટિસલાવા, ઈસ્તાનબુલ, બુડાપેસ્ટ અથવા બાકુ જેવા સ્થળના નામ જણાવ્યાં છે. ઝેલેન્સકીએ કહ્યું કે, આ સ્થળો પર યુક્રેન શાંતિ મંત્રણા કરવા તૈયાર છે પરંતુ એ સ્પષ્ટ છે કે, રશિયાએ જણાવેલા સ્થળો પર યુક્રેન શાંતિ મંત્રણા કરવા તૈયાર નથી.

આ પહેલાં ક્રેમલીનના પ્રવક્તા ડિમેત્રી પેસકોવે કહ્યું હતું કે, રશિયન ડેલીગેશન યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત કરવા માટે બેલારુસના હોમેલ શહેરમાં પહોંચ્યું છે. આ ડેલીગેશનમાં મીલીટરી અધિકારીઓ અને ડિપ્લોમેટ્સનો સમાવેશ થાય છે. યુક્રેન માને છે કે, બેલારુસ રશિયાનું સમર્થન કરે છે. આ સાથે જ હાલના યુદ્ધમાં રશિયાએ બેલારુસ બોર્ડર તરફથી પણ યુક્રેન પર હુમલાઓ કરવામાં આવ્યાં હોવાના પણ અહેવાલ છે.

રશિયાએ લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા અને સ્લોવેનિયાના વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધી છે, અગાઉ અનેક દેશોએ રશિયન વિમાનો માટે પોતાનુ એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત થયા છે. યુક્રેનના ગવર્નર દિમિત્રી જિવિત્સ્કીએ કહ્યું કે રશિયાના ગોળીબારમાં સાત વર્ષની બાળકી સહિત છ વધુ લોકો માર્યા ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch