Mon,18 November 2024,12:09 am
Print
header

રશિયાના કઝાન શહેરની એક શાળામાં ગોળીબાર, વિદ્યાર્થીઓ સહિત 11 લોકોનાં મોત

રશિયાઃ કઝાન શહેરની એક શાળામાં અંધાધૂંધ ગોળીબાર થયો હોવાની ઘટના સામે આવી છે. કઝાનમાં શાળામાં ફાયરિંગ થતા વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત 11 લોકોનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ છે અનેક લોકો ઘાયલ થઈ છે અને કેટલા વિદ્યાર્થીઓના મોત થયાં છે જવાબમાં બે હુમલાખોરોને ઠાર કરી દેવામાં આવ્યાં છે.અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 32 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રશિયન સમાચાર એજન્સી આરઆઈએના અહેવાલ મુજબ બે હુમલાખોરોએ સ્કૂલ ઉપર જોરદાર ફાયરિંગ હતું. શાળાના ચોથા માળે ઘણા લોકોને બંધક બનાવ્યાં હતા. શાળાની અંદરથી વિસ્ફોટના અવાજો પણ આવી રહ્યાં છે.

બાળકો જીવ બચાવવા માટે બારીમાંથી છલાંગ લગાવી રહ્યાંના દ્રશ્યો સામે આવ્યાં હતા. રશિયન સમાચારપત્ર મોસ્કો ટાઇમ્સે 11 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.  જે શાળામાં હુમલો થયો તે એક ઉચ્ચ શાળા છે,  અહી વધુ લોકોના મોત અને ઘાયલ થવાની સંભાવના છે. શાળાની અંદર ફાયરિંગ દરમિયાન ઘણા બાળકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી રહ્યાં હતાં, ઘણા બાળકો ઘાયલ પણ થયા હતા. ચોથા માળેની બારીમાંથી કૂદવાના કારણે 2 બાળકોના મોતની પુષ્ટિ થઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch