Sat,16 November 2024,12:16 pm
Print
header

Breaking News- દુનિયાભરમાં હાહાકાર, રશિયાએ યુક્રેનના 10 શહેરોમાં કરી દીધો મોટો હુમલો- Gujarat Post

બીજા દેશો દખલગીરી કરશે તો તેમણે પણ પરિણામ ભોગવવા તૈયાર રહેવા પુતિને આપી ધમકી

યુક્રેનના રાષ્ટ્રપતિનો ફોન પણ પુતિને ન ઉપાડ્યો

Russia Ukraine Conflict: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી દીધો છે અને યુક્રેનના 10 શહેરોમાં મિસાઇલથી હુમલો કરાયો છે, પુતિને યુક્રેનની સેનાને જલદી શસ્ત્રો નીચે મુકવાની ધમકી આપીને ઘરે જતા રહેવા કહ્યું છે. પુતિને વધુમાં કહ્યું કે જો કોઈ અન્ય દેશ વચ્ચે આવશે તો તેની સામે પણ જવાબી કાર્યવાહી કરવામાં આવશે.

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે મિલિટ્રી ઓપરેશનની જાહેરાત પછી યુક્રેનમાં બોમ્બમારી દેખાઇ રહી છે અનેક શહેરોમાં બોમ્બ ધડાકા થયા છે.પુતિને તેમના ભાષણમાં કહ્યું, આ વિવાદ આપણા માટે જીવન મરણનો સવાલ છે. યુક્રેને તેની લાઇન પાર કરી છે. યુક્રેન નિયો-નાજીનું સમર્થન કરી રહ્યું છે. તેથી અમે સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન શરૂ કર્યું છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમના દેશ પર રશિયાના હુમલાના વધતા ભય વચ્ચે રશિયન જનતાને ભાવુક અપીલ કરી છે. તેમણે વીડિયો સંદેશ જારી કરીને યુરોપમાં મોટા યુદ્ધનો ખતરો વ્યક્ત કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું, 'આજે મેં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો, તેમણે વાત ન કરી. આ એક મોટા યુદ્ધની શરૂઆત છે. હવે અમેરિકા પણ યુક્રેનના સમર્થનમાં રશિયા સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારીઓમાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch