કીવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના એક સહાયકે દાવો કર્યો છે કે રશિયન સૈનિકો યુદ્ધની શરૂઆતમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને પકડવા માટે તેમના ઘરે અને કાર્યાલયે પહોંચી ગયા હતા. રિપોર્ટ અનુસાર, 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતાં જ રશિયાએ ઝેલેન્સકી અને તેના પરિવારને પકડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતા. આ સનસનીખેજ દાવા બાદ અમેરિકા પણ લાલધુમ થયું છે.
IME મેગેઝિને ઇનસાઇડ ઝેલેન્સકી વર્લ્ડ નામનું ઇન્ટરવ્યૂં પ્રકાશિત કર્યું છે. તેમાં ઝેલેન્સકીના ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રે યર્માકે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો રાષ્ટ્રપતિ અને તેમના પરિવારને પકડવા આવ્યાં હતા. રશિયન સૈનિકો કિવમાં પ્રવેશ્યા ત્યારે તેઓ કોઈપણ કિંમતે ઝેલેન્સકી અને તેમના પરિવારને પકડીને હત્યા કરવા માંગતા હતા.
ચીફ ઓફ સ્ટાફ એન્ડ્રે યર્માકના જણાવ્યાં અનુસાર, બે વખત રશિયન સૈનિકોએ ઓફિસ પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રાષ્ટ્રપતિના રક્ષકોએ કમ્પાઉન્ડને સુરક્ષિત કરી દીધું હતુ, હવે આ દાવાથી સ્પષ્ટ થઈ ગયું કે ઝેલેન્સકી તેમનું લક્ષ્ય હતું અને રાષ્ટ્રપતિ કાર્યાલય હવે સુરક્ષિત નથી
ઝેલેન્સકીની ઓફિસ અને ઘરની બહાર ગોળીબારનો અવાજ સંભળાયો હતો. રાષ્ટ્રપતિની સાથે તેમની પત્ની, 17 વર્ષની પુત્રી અને 9 વર્ષનો પુત્ર પણ હતો. ગાર્ડે ગેટ પર બેરિકેડ અને પ્લાયવુડ બોર્ડ મૂકીને કેમ્પસને સીલ કરી દીધું હતું. તે જ સમયે, અંદર હાજર ગાર્ડે લાઇટ બંધ કરી દીધી હતા. તેઓ ઝેલેન્સ્કી અને તેના સહયોગીઓ માટે બુલેટ પ્રૂફ જેકેટ અને એસોલ્ટ રાઈફલ્સ લાવ્યાં હતા. આ પહેલા ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કરીને ભાવનાત્મક અપીલ કરી હતી. તેમને કહ્યું હતું કે હું, મારો પરિવાર અને મારા બાળકો બધા યુક્રેનમાં છીએ. તેઓ દેશદ્રોહી નથી, તેઓ યુક્રેનના નાગરિક છે. મને ખબર પડી છે કે હું રશિયાનો પહેલો ટાર્ગેટ છું, જ્યારે મારો પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે. રશિયા યુક્રેનને ખતમ કરીને રાજકીય રીતે તેનો નાશ કરવા માંગે છે.
યુદ્ધની શરૂઆત પછી, અમેરિકાએ ઝેલેન્સકીને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ઓફર કરી હતી. જો કે ઝેલેન્સકીએ આ ઓફર ઠુકરાવી દીધી હતી. તેમને કહ્યું હતું કે મારે બચવાના માર્ગ તરીકે હથિયાર નથી જોઈતા. અહેવાલો અનુસાર યુદ્ધ દરમિયાન ઘણી વખત ઝેલેન્સકીને મારવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આજે યુદ્ધનો 67મો દિવસ છે. બંને દેશોને ઘણું નુકસાન થયું છે પરંતુ હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યાં.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37