Fri,15 November 2024,3:18 pm
Print
header

મોદી સરકારે કરેલી નોટબંધી યોગ્ય પગલું હતું, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ નકારી કાઢી- Gujarat Post

નવી દિલ્હીઃ પીએમ મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ અચાનક રાત્રે 8 વાગ્યે નોટબંધીના નિર્ણયની જાહેરાત કરી હતી.આ જાહેરાત બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. ઘણા દિવસો સુધી લોકો સવારથી રાત સુધી એટીએમ અને બેંકોની લાઈનમાં ઉભા રહ્યાં હતા. નોટબંધીને કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નોટબંધી બાદ લોકોને પડેલી હાલાકીને લઈને અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી કરી હતી.

કોર્ટે તમામ 58 અરજી ફગાવતાં કહ્યું, કે 8 નવેમ્બર 2016ના નોટિફિકેશનમાં કોઈ ભૂલ જોવા મળી નથી. તમામ સીરિઝની નોટો પરત લઈ શકાય છે.જૂની રૂ. 500 અને રૂ. 1000 ની ચલણી નોટો બંધ કરવી અને આ  નિર્ણય, એક્ઝિક્યુટિવની આર્થિક નીતિ હોવાને કારણે તેને ઉલટાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી પહેલા કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે પણ ચર્ચા થઈ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch