Fri,15 November 2024,6:41 pm
Print
header

EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મ્હોર, 5માંથી 3 જજોએ સમર્થનમાં આપ્યો નિર્ણય- Gujarat Post

(ચુકાદો સંભળાવતા જજ)

કેન્દ્ર સરકારે EWS ક્વોટા કાયદાને પડકારતા પડતર કેસોને સર્વોચ્ચ અદાલતમાં સ્થાનાંતરિત કરવા ઉચ્ચ અદાલતોને વિનંતી કરતી કેટલીક અરજીઓ કરી હતી દાખલ 

કેન્દ્રએ 103મા બંધારણીય સુધારો અધિનિયમ 2019 દ્વારા પ્રવેશ અને સરકારી સેવાઓમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતની જોગવાઈ કરી છે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10 ટકા આરક્ષણ પર તેની મ્હોર લગાવી દીધી છે. આ મામલાની સુનાવણી કરતાં, પાંચ જજોની બંધારણીય બેન્ચે 3-2ના માર્જિનથી EWS અનામતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. જેને સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારની મોટી જીત માનવામાં આવી રહી છે. ગુજરાત ચૂંટણી પહેલા જ આ ચૂકાદો આવ્યો છે.

જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ જેબી પારડીવાલા EWS અનામત પર સંમત થયા છે.ત્રણેય જજોનું માનવું છે કે આ અનામત બંધારણનું ઉલ્લંઘન કરતું નથી. ચુકાદો સંભળાવતી વખતે, ત્રણેય ન્યાયાધીશોએ એમ પણ કહ્યું હતું કે EWS અનામત 50 ટકા અનામતની ટોચ મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી. બીજી તરફ CJI જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ આના પર અસહમત હતા.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch