Sun,08 September 2024,7:10 am
Print
header

દારૂની રેલમછેલ, એસએમસીએ ગાંધીનગરના ડભોડામાંથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો- Gujarat Post

2 શખ્સો ઝડપાયા, 2 ની શોધખોળ

2.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરઃ ગુજરાતમાં કડક દારૂબંધીની ગુલબાંગો વચ્ચે બીજા રાજ્યોમંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસની સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો પણ આવા દારૂ પકડવા મથી રહી છે. ગાંધીનગર નજીક આવેલા ડભોડાના ચાવડાનગર વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસની અંદર વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયાં હતા, વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સ્થળેથી 2.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, ડભોડાના ચાવડાનગર વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસ પર કેટલાક રાજસ્થાની ઈસમોએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ફાર્મહાઉસની ઓરડીમાં સંતાડ્યો છે અને દારૂનું કટીંગ કરી હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.જે બાતમીને પગલે ફાર્મહાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રાજસ્થાનના જોધપુરના બાબુલાલ ભંવરલાલ સાંઇ તેમજ મનીષ પદમારામ હાજર મળી આવ્યાં હતા. તેમને સાથે રાખી પોલીસ ટીમે ફાર્મ હાઉસની બે ઓરડીની તપાસ કરતા તેમાંથી લેતાં દારૂ- બિયરની પેટીઓ મળી આવી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch