Mon,18 November 2024,10:16 am
Print
header

SPRATના પ્રેસિડેન્ટ હસન એમ ઝોહર વિરુધ્ધ છેડતીનો આરોપ લાગ્યો

SPRATમાં કામ કરતી પૂર્વ કર્મચારીએ લગાવ્યાં આરોપ, શૈક્ષણિક લાયકાતના અસલી દસ્તાવેજો પણ પરત ન કર્યાં 

અમદાવાદઃ ગાંધીનગર (gandhinagar)માં રહેતી એક 33 વર્ષીય મહિલાએ પાલડી દિવાન બલ્લુભાઇ માધ્યમિક શાળા પાસેના રાજનગર કોમ્પ્લેક્સમાં આવેલી SPRAT નામની સંસ્થાના પ્રેસિડેન્ટ (President) હસ એમ ઝોહર પર શારિરીક છેડછાડ અને અશ્લિલ વાતો કરીને પરેશાન કરવામાં  આવી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં (women police station) નોંધાવી છે. પીડિતાએ જણાવ્યું છે કે  તે ગાંધીનગર ખાતે એક જાણીતી સંસ્થામાં પીએચડી કરે છે,તેણે ગત 1લી ઓક્ટોબરના રોજ SPRAT નામની સંસ્થામાં નોકરી માટે અરજી કરી હતી. SPRATના પ્રેસિડેન્ટ હસન ઝોહરે તેનો ઇન્ટરવ્યૂં લઇને નોકરી આપી હતી. 13મી ઓક્ટોબરે મહિલાએ નોકરી શરુ કરી હતી. 

નોકરીમાં જોડાતા પહેલા તેની પાસેથી એચઆર પોલીસી મુજબ રુપિયા 43 હજારની માંગણી કરવામાં આવી હતી. પણ યુવતી પાસે નાણાં ન હોવાને કારણે તેણે બદલામાં તેના અભ્યાસના અસલી ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં હતા.બાદમાં હસન ઝોહરે યુવતી સાથે નોકરી દરમિયાન વાંધાનજક વાતો શરુ કરી હતી. શારિરીક છેડછાડ  (molestation) કરવાનું શરુ કર્યુ હતુ. સાથે મહિલા સાથે શારિરીક સંબધ રાખવા માટે વાત કરી હતી.જો કે પીડિતાએ વાંધાજનક વર્તનથી કંટાળીને નોકરી છોડી દીધી હતી. તેને અસલી ડોક્યુમેન્ટ પરત માંગ્યા હતા.પરંતુ હસન ઝોહરે તે પણ પરત કરવાની ના પાડીને સતત અઘટિત માંગણી ચાલુ રાખતા પીડિયાએ છેવટે કંટાળીને મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch