Tue,17 September 2024,10:28 pm
Print
header

સુરતના સરથાણામાં ડો.ચિરાગ કેવડિયાની SG IVF એન્ડ Womens Care હોસ્પિટલની નવી શાખાનો શુભારંભ

1000થી વધુ નિઃસંતાન કપલ્સના જીવનમાં ખુશીઓ લાવવામાં ડો. કેવડિયાની મહત્વની કામગીરી

સુરતઃ SG IVF & Womens Care દ્વારા 1 સપ્ટેમ્બર 2024 ના રોજ, સરથાણા નેચર પાર્ક સામે તેમની નવી હોસ્પિટલનું ઉદ્ઘઘાટન હિંદુ સંસ્કાર મુજબ વડીલોના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું. આ શુભકાર્ય ડૉ. ચિરાગ કેવડિયાના કુટુંબના સભ્યો દાદા રામજીભાઈ, દાદી શ્યામુ બા, તેમના પિતા ગોવિંદભાઈ અને માતા સવિતાબેન દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું.

સરથાણા નેચર પાર્ક સામે 501થી 503 મિલેનિયમ બિઝનેસ હબ-1માં શરૂ કરવામાં આવેલી આ હોસ્પિટલ તમામ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે. આ પ્રસંગે ડો.ચિરાગ કેવડિયાએ કહ્યું કે આ હોસ્પિટલ IVF અને મહિલા આરોગ્ય ક્ષેત્રમાં આધુનિક સારવાર કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ડો. કેવડિયાએ આજ સુધીમાં 3000 થી વધુ નોર્મલ (દુખાવા રહિત) ડિલિવરીઓ, 1000 કરતા વધુ સિઝેરિઅન ડિલિવરીઓ, 100 કરતાં વધુ ખૂબ જ જોખમકારક ડિલિવરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે. તેઓએ 800 થી વધુ સ્ત્રીની કોથળી અને ગાંઠના ઓપરેશન્સ દૂરબીનથી કર્યાં છે. ઉપરાંત 1000 કરતાં વધુ નિઃસંતાન દંપતીને સારવાર અને સહાય પૂરી પાડીને તેમના માતા-પિતા બનવાના સપનાને પૂરા કરવામાં મદદ કરી છે.

ડો.ચિરાગ કેવડીયાએ કહ્યું કે દર 8 મિનિટે, આપણે ભારતમાં સર્વાઇકલ કેન્સરથી એક મહિલાને ગુમાવીએ છીએ. વહેલું નિદાન, રસીકરણ અને જાગૃતિ જીવન બચાવી શકે છે. આ અટકાવી શકાય તેવી દુર્ઘટનાથી આપણી માતાઓ, પુત્રીઓ અને બહેનોને બચાવવા માટે આપણે સાથે મળીને કામ કરીએ.

ડો. કેવડિયા કહે છે કે ઘણી પદ્ધતિઓ વચ્ચે સચોટ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પસંદ કરવું મહત્વપૂર્ણ છે. દરેક પદ્ધતિની શક્તિઓ અને મર્યાદાઓ વિશે સ્પષ્ટ સમજ આવશ્યક છે. ICSI અને IVF બંને અસરકારક પદ્ધતિઓ છે. પરંતુ આ બંનેના ઉપયોગના દ્રષ્ટિકોણમાં મહત્વપૂર્ણ તફાવત છે. તેમણે વધુમાં જણાવ્યું કે IVF માં, એગ અને સ્પર્મને લેબ ડિશમાં ભેળવીને કુદરતી રીતે ફર્ટિલાઇઝેશન કરાય છે. જ્યારે ICSI એક ચોક્કસ સ્પર્મને સીધી રીતે એગ માં દાખલ કરે છે. સામાન્ય રીતે ICSI પુરુષોની ઇનફર્ટિલિટી માટે ઉપયોગી છે. જ્યારે IVF પુરુષ અનેસ્ત્રી બન્નેની ઇનફર્ટિલિટી કરાય છે.

ડો. ચિરાગ જી. કેવડિયા એ તેમનો M.B.B.S અને D.G.O નો ઉચ્ચ મેડિકલ શાખાને અભ્યાસ પ્રતિષ્ઠિત B.J. મેડિકલ કોલેજ (BJMC) અમદાવાદથી પૂર્ણ કરેલ છે. તેમણે અમદાવાદમાં આઇવીએફમાં ફેલોશિપ પૂર્ણ કરી છે. 3 વર્ષ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષ નડિયાદ ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં અનુભવ ઉપરાંત સુરતના પ્રાઇવેટ હોસ્પિટલમાં અનુભવ લીધો છે.

હોસ્પિટલનું મિશન

SG IVF અને વિમેન્સ કેરનું મિશન છે દરેક દર્દીની જુદી જુદી જરૂરિયાતોને ધ્યાને લઇને પર્સનલ કેર પ્રદાન કરવી. ઉપરાંત એવી સિસ્ટમ વિકસાવવી જ્યાં દરેક વ્યક્તિ તેમના પિતૃત્વ કે માતૃત્વના સ્વપ્નને આત્મવિશ્વાસ અને સરળતા સાથે હાંસલ કરી શકે.

હોસ્પિટલનું વિઝન

તેમનું વિઝન છે કે લોકો આ વિષયોમાં વધુને વધુ જાણકાર બને જેનાથી આપણો સમાજ સશક્ત બને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ઇનફર્ટિલિટીની સારવાર વિશે જાગૃતિ મર્યાદિત છે. તેમનો હેતુ IVF અને ICSI ટેક્નૉલૉજીને લઇને ગેરસમજને દૂર કરવાનો છે. ઉપરાંત પરિવારોના જીવન પર સકારાત્મક અસર કરવાની સાથે અદ્યતન રિપ્રોડક્ટિવ હેલ્થકેર બધા માટે ઉપલબ્ધ બને ભલેને પછી તેમની પૃષ્ઠભૂમિ કોઇપણ હોય.

દરેક દર્દીના જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવું તેમનું લક્ષ્ય છે. એટલે જ SG IVFની Tagline છે "Delivering Happiness.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch