Mon,18 November 2024,9:48 am
Print
header

સાળંગપુર હનુમાનજીને કેસૂડો તેમજ ધાણીનો શણગાર

ફાગણ માસની શરુઆતને ધ્યાનમાં લઇને શણગાર અને અન્નકુટનું કરાયું આયોજન

બોટાદ: સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન મંદિર ખાતે હનુમાન દાદાને (Sarangpur hanuman) શનિવારના રોજ કેસૂડો (Kesudo flower) તેમજ ધાણીનો  શણગાર કરવામાં આવ્યો છે.બરવાળા ખાતે આવેલું કષ્ટભજન દેવનું મંદિર દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ છે શનિવારે અહીં ભક્તજનોની મેદની ઉમટી પડે છે. ત્યારે શનિવારના રોજ દાદાને ખાસ શણગાર કરવામાં આવે છે. આજે હનુમાન દાદાને ફાગણના આગમન સમા કેસૂડા અને ધાણીના શણગાર કરવામાં આવ્યાં છે. તેમજ ખજૂર, દાળિયા, સિંગની  ચિક્કી, કચરીયા, તલના લાડુનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.આવા સુંદર શણગાર અને અન્નકૂટના દર્શન કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી છે.આજના દર્શન કર્યાં બાદ ભક્તોએ જણાવ્યું હતુ કે આજના દર્શનથી એવી અનુભુતી થઇ કે જાણે હવેથી ફાગણ માસ શરુ થઇ ગયો છે આ શણગારમાં ધરાવવામાં આવેલા પ્રસાદનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે.

સાળંગપુર મંદિરના મંહત શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે હવે ગરમી સાથે ફાગણ માસ બેસવાનો છે. ત્યારે કેસૂડો, ધાણી તેમજ ખજૂરથી શારિરીક ફાયદો થાય છે. જેથી આ શણગાર થકી અમે સાળંગપુર હનુમાન દાદાની પ્રાર્થના કરી છે કે સૌ સલામત રહે અને હવે કોરોનામાંથી સંપૂર્ણ મુક્તિ મળે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch