Sat,21 September 2024,8:05 am
Print
header

સીમા હૈદરની બસની તપાસ કરનારા સીમા શસ્ત્ર બળના બે જવાનો સસ્પેન્ડ, નેપાળ બોર્ડર પર હતા તૈનાત

નવી દિલ્હીઃ છેલ્લા થોડા દિવસોથી સીમા હૈદરની ભારતમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાથી ગેરકાયદેસર ભારતાં આવેલી સીમા સામે હાલ કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન ભારત-નેપાળ બોર્ડરથી સીમા હૈદરની બસની તપાસ કરનારા બે સશસ્ત્ર સીમા બળના જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, જેમાં એક નિરીક્ષક પણ સામેલ છે.

સશસ્ત્ર સીમા બળની 43મી બટાલિયનના ઈન્સ્પેક્ટર સુજીત કુમાર વર્મા અને હેડ કોન્સ્ટેબલ ચંદ્ર કમલ કલિતા 13 મેના રોજ બસની તપાસ માટે જવાબદાર હતા. જેમને ફરજમાં બેદકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. હવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર મામલે કહ્યું કે, સીમા હૈદર મામલે એજન્સીઓ તપાસ કરી રહી છે, તે હાલમાં સચિન સાથે રહે છે અને સુરક્ષા એજન્સીઓ તેના પર નજર રાખીને બેઠી છે.

નોંધનિય છે કે બીજી તરફ ભારતીય અંજુનો મામલો પણ ચર્ચાસ્પદ છે, જેને પાકિસ્તાનમાં જઇને નિકાહ કરી લીધા છે. અંજુ પરણિત હોવા છંતા તે પાકિસ્તાન પહોંચી હતી અને ફરી નિકાહ કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch