Sat,16 November 2024,4:15 pm
Print
header

સાવરકુંડલાઃ વકીલ પતિએ પત્નીનું ગળું દબાવ્યું, સાસરિયાઓએ કહ્યાં ગંદા શબ્દો– Gujarat Post

(આરોપી વકીલ પતિ જયસુખ દેવાયતભાઈ ખુમાણ)

પરિણીતાની તબિયત ખરાબ થતાં તેણે પતિને કહ્યું હતુ આજે રાત્રે તમે મારી સાથે રહો

પરિવારજનોએ ગંદા શબ્દો બોલીને કહ્યું આને ઘરમાં ન રખાય, પતાવી દેવાય 

વકીલ પતિ સામે ઘરેલુ હિંસાનો ગુનો નોંધાયો 

સાવરકુંડલાઃ સીમરણ ગામે એક ચકચારભરી ઘટના બની છે. ગામમાં રહેતી એક પરિણીતાની તબિયત ખરાબ થતાં તેને ઉલટી થવા લાગી હતી. જેથી તેણે પતિને આજે રાત્રે તમે મારી સાથે રહો તેમ કહ્યું હતું. જેને લઈને તેણે ઉશ્કેરાઈને ગાળો આપી હતી, માથામાં કોશનો પ્રહાર કર્યો હતો. ઉપરાંત પરિવારજનોએ પણ અપશબ્દો બોલીને તેને ઘરમાં ન રખાય તેને પતાવી દેવાય તેમ કહ્યું હતું.

બનાવ અંગે પરિણીતાએ પતિ જયસુખ ખુમાણ, જેઠ પ્રતાપ દેવાયતભાઈ ખુમાણ, જેઠાણી તારાબેન તથા નણંદ રાજશ્રીબેન સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાનો પતિ વકીલાતનો વ્યવસાય કરે છે.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાને બે દિવસ પહેલા રાતના આશરે 10.30 વાગ્યે ઉલ્ટી થઇ હતી.જેથી તેણે પતિને કહ્યું કે આજે રાતે તમે મારી સાથે રહો. તેમ કહેતા પતિ એકદમ ઉશ્કેરાઇને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા.

પત્નીએ ગાળો આપવાની ના પાડતા પતિએ લોખંડની કોશ વડે માથાના ભાગે બે ઘા મારી ગળું પકડી લીધું હતું. જેને કારણે માથામા લોહી નીકળતા પત્ની પડી ગઇ હતી. અને બૂમો પાડી હતી. દરમિયાન અન્ય આરોપીઓ આવી તેમને કહેવા લાગ્યા કે આને ઘરમાં ન રખાય અને પતાવી દેવાય, જે બાદ પતિ તેને ફોર વ્હીલર ગાડીમાં સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો. જયરાજ દેવાયતભાઇ ખુમાણ વકીલાતનો વ્યવસાય કરે છે અને કાયદો જાણતા હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ઘરેલુ હિંસાનો ગુનો કર્યો છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch