Thu,14 November 2024,12:16 pm
Print
header

સીમા હૈદરની ફરીથી ATS એ કરી પૂછપરછ, IBથી મળ્યાં છે મહત્વના ઈનપુટ- Gujarat Post

નવી દિલ્હીઃ પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદરને લઇને સવાલો હજુ પૂરા થયા નથી. ઉત્તર પ્રદેશ ATSએ ફરી એકવાર સીમા હૈદર અને સચિનને પૂછપરછ માટે ઝડપી લીધા છે. આ પહેલા પણ બંનેની લગભગ 8 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. અનેક સવાલો પૂછ્યાં બાદ સચિનને ATS એ મોડી રાત્રે ઘરે જવા દીધો હતો. સચિનના પિતા નેત્રપાલને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં હતા અને થોડી પૂછપરછ બાદ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

સૂત્રોનું કહેવું છે કે, આ કેસના ખુલાસા બાદ સીમા હૈદર ATSના રડાર પર છે. તેની પાસેથી મળેલા ઓળખપત્રો વગેરે હાઈ કમિશનને મોકલવામાં આવ્યાં છે. ATS સરહદી પૂછપરછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. શું સીમા જાસૂસ છે ? શું તેના ISI સાથે સંબંધ છે કે પછી તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે ? આવા જ કેટલાક સવાલોના જવાબ મેળવવા ATS પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ દિલ્હીથી IBની ટીમ જિલ્લામાં પહોંચી હતી અને ટીમે સીમા હૈદર વિશે તપાસ કરી હતી.

ગઈકાલે ત્રણેયની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રો અનુસાર  ATSએ તેના તૂટેલા સીમ કાર્ડ અને VCR કેસેટ અંગે પૂછપરછ કરી હતી. ATSએ સીમાને એ પણ પૂછ્યું કે શું તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે ? શું તેના કાકા કે અન્ય સંબંધીઓ પણ પાકિસ્તાન આર્મીમાં છે ? સીમા પાસે ચાર ફોન કેમ હતા ? તેણે પાકિસ્તાની સીમ કેમ તોડ્યું ? તે ભારતમાં કેવી રીતે પ્રવેશી ? કરાચીથી નોઈડા પહોંચવામાં તેને કોણે મદદ કરી. આવા અનેક સવાલો તેને પૂછવામાં આવ્યાં છે.

નોંધનિય છે છે કે સીમા અને સચિન સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યાં પછી સીમા તેના પ્રેમીને મળવા ભારત આવી ગઇ છે અને હવે તેની સાથે જ રહે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch